કોરોના મહામારી વચ્ચે દર્દીઓ માટે બેડ, ઑક્સીજન અને ઈંજેક્સનની અછત સર્જાઈ છે, ત્યારે વલસાડ જિલ્લામાં નવા કોવિડ કેર સેન્ટરનું ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તો સાથે જ પાટીદાર સમાજ દ્વારા નગરપાલિકાને વિનામૂલ્યે સેવા આપતી એમ્બ્યુલન્સનું પણ સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરાયું હતું.
વલસાડ ખાતે શરૂ થઈ રહેલા 100 બેડના નવા કોવિડ કેર સેન્ટરનું ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન સમારોહમાં સ્ટેજ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જોકે કોરોના મહામારીના કારણે સી.આર.પાટીલ દ્વારા આ કાર્યક્રમ રદ્દ કરાયો હતો. આ પ્રસંગે પાટીદાર સમાજ દ્વારા નગરપાલિકાને અર્પણ કરાયેલી અને વિનામૂલ્યે સેવા આપતી એમ્બ્યુલન્સનું પણ સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરાયું હતું. માત્ર કોવિડ કેર સેન્ટર અને એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરી સેન્ટરની મુલાકાત લઈ સી.આર.પાટીલ પરત ફર્યા હતા.
હાલની ચાલી રહેલી કોરોનાની મહામારી ને લઈને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ઘરે ઘરે જઈ “મારૂ ગામ, કોરોનામુક્ત અભિયાન” અંગેની કામગીરી શરૂ કરવામાં આવી છે, જે ખૂબ જ સરાહનીય કામગીરી હોવાથી પ્રદેશ પ્રમુખે પ્રસંસા કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન સી.આર.પાટીલ દ્વારા ભાજપના કાર્યકર્તાઓને સોશિયલ ડિસ્ટન્સ રાખવા અંગે પણ ટકોર કરાઇ હતી. સાથે સાથે મોરવાહડફની પેટાચૂંટણીમાં પણ 11થી 12 હજારની લીડથી ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યાં હોવાથી ભાજપ જંગી બહુમતીથી મોરવાહડફની બેઠક કબજે કરશે તેવી આશા વ્યક્ત કરી હતી.