વલસાડ એલસીબીની ટીમને એક કાર નંબર GJ 16 CB 5412 માં દમણથી દારૂનો જથ્થો ભરી એક મહિલા સાથે સુરત તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે વલસાડ એલસીબીની ટીમે ધમડાચી હાઇવે પાસે એપીએમસી સામે કારને અટકાવતા કારમાં ચાલક અને તેની બાજુમાં સીટ ઉપર એક મહિલા નાના બાળક સાથે બેઠી હતી.
કારના ચાલકને પોલીસે ઉતારી કાર ચેક કરતા ડ્રાઈવર સીટ પાછળ અને કારની ડીકીમાં ૨૨૬ નંગ દારૂની બોટલ મળી આવી હતી. કારનો ચાલક દીપક પરમાર ઉમર વર્ષ 37 પાલેજ પોલીસ લાઈનમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું.તથા બાજુની સીટ ઉપર તેની પત્ની હોવાનું બહાર આવ્યું હતું.ગાડીમાંથી 226 બોટલ દારૂનો જથ્થો, 3 મોબાઈલ ફોન ,ટેબ્લેટ અને કાર મળી કુલ 6.2 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.તો પોલીસકર્મી વિરુદ્ધ રૂરલ પોલીસ મથકે ગુનો દાખલ કર્યો હતો.