વલસાડ : 31st ડિસેમ્બરની ઉજવણી પૂર્વે જ 200થી વધુ પીધ્ધડો ઝડપાયા, જુઓ પછી પોલીસે કેવી કરી કાર્યવાહી..?

New Update
વલસાડ : 31st ડિસેમ્બરની ઉજવણી પૂર્વે જ 200થી વધુ પીધ્ધડો ઝડપાયા, જુઓ પછી પોલીસે કેવી કરી કાર્યવાહી..?

દમણથી દારૂ પીને વલસાડ તરફ આવતા લોકો ચેતી જજો. કારણ કે, વલસાડ પોલીસ દ્વારા 31st ડિસેમ્બરની ઉજવણીને લઈને એક દિવસ પહેલા જ દારૂ પીધેલા લોકોને પકડવા માટે સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. જેમાં વલસાડ પોલીસના હાથે 200થી વધુ લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. જોકે ઝડપાયેલા દારૂડિયાઓને રાખવામાં આવેલા મેરેજ હોલ ખાતે તેઓના મેડિકલ સહિત કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. વલસાડ ડિવિઝનમાં આવતા તમામ પોલીસ મથકો પૈકી પારડીમાં 100થી વધુ અને વલસાડ સીટી પોલીસ મથકમાં 75થી વધુ લોકોને પીધેલી હાલતમાં ઝડપી પાડવામાં આવ્યા હતા. ઉપરાંત પોલીસ દ્વારા શહેરના અનેક ફાર્મ હાઉસ ખાતે દરોડા પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગેરકાયદેસર પાર્ટી અને દારૂની મહેફિલ માણનારાઓ પર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.

વલસાડ જિલ્લા પોલીસ સહિત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 31st ડિસેમ્બરની ઉજવણીને લઈને ઠેરઠેર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તમામ આરોપીઓના મેડિકલ ટેસ્ટ અને કોવિડ રેપિડ ટેસ્ટ મેરેેેજ હોલ પર જ કરવામાં આવી રહ્યા છે, જ્યાં આરોપીને મેડિકલ ટેસ્ટ કરાયા બાદ જામીન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલ તો કોરોના પોઝિટિવ દર્દી મળી નથી આવ્યા. પરંતુ તમામ પિધ્ધડોના મેડિકલ સેપમ્લ લઇ ગાંધીનગર મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે.

Latest Stories