Connect Gujarat
Featured

વલસાડ : પોષણ માહ અંતર્ગત અંભેટી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ન્યુટ્રીશન ગાર્ડન કીટનું વિતરણ કરાયું

વલસાડ : પોષણ માહ અંતર્ગત અંભેટી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર  ખાતે ન્યુટ્રીશન ગાર્ડન કીટનું વિતરણ કરાયું
X

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી-કૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે પોષણ માહ-2020ની ઉજવણી અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રોગ્રામ અધિકારી જ્‍યોત્‍સના પટેલે આઇ.સી.ડી.એસ. વિભાગની યોજનાઓ અંગે વિસ્‍તૃત જાણકારી આપી હતી.

કૃષિ વિજ્ઞાન કેન્‍દ્રના પોગ્રામ આસીસ્‍ટન્‍ટ પ્રેમિલા આહિરે બાળકોની સપ્રમાણ વૃદ્ધિ માટે રાખવાની થતી કાળજી, ધાત્રી માતાની સંભાળ સહિત કે.વી.કે. દ્વારા કરવામાં આવતી તાલીમો અંગે જાણકારી આપી હતી. આ અવસરે આંગણવાડીની બહેનોને ન્‍યુટ્રીશન ગાર્ડન કીટ અને ફળાઉ રોપાનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. આંગણવાડી કેન્‍દ્રની મુલાકાત લઇ કીચન ગાર્ડન બનાવવાની યોગ્‍ય રીત વિશે પ્રેક્‍ટીકલ તાલીમ આપવાની સાથે ફળાઉ વૃક્ષ અને લીલા શાકભાજીનું વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું. આ ઉપરાંત વાનગી હરિફાઇનું વિશેષ આયોજન પણ કરાયું હતું. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન સી.ડી.પી.ઓ., જિલ્લા પંચાયત સભ્‍ય સહિત મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર બહેનો હાજર રહ્યા હતા.

Next Story