-
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
-
ઓ.એન.જી.સી.ખાતે આયોજન
-
આંબેડકર જયંતીની ઉજવણી
-
વિવિધ કાર્યક્રમો યોજાયા
-
સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર: ONGC ખાતે ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા
અંકલેશ્વર ઓએનજીસી ખાતે ભારતના બંધારણના શિલ્પી ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી ગુજરાત | ભરૂચ | સમાચાર
અંકલેશ્વર ઓ.એન.જી.સી.માં આંબેડકર જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ઓએનજીસી ખાતે ભારતના બંધારણના શિલ્પી ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.કાર્યક્રમ દરમિયાન સાંસદ મનસુખ વસાવા તેમજ ઓએનજીસીના એસેટ મેનેજર જે.એન. સુકાનંદન દ્વારા બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમની સેવાઓને યાદ કરવામાં આવી હતી.
ઉપસ્થિત મહાનુભાવોએ બાબાસાહેબના વિચારધારા અને સમાજ માટેના તેમના યોગદાન પર પ્રકાશ પાડી તેમને નમન કર્યું હતું.આ અવસરે ઓએનજીસી કોલોની સ્થિત ઓડિટોરિયમમાં સ્કૂલના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે પ્રોત્સાહન વધે અને તેમને જરૂરી શૈક્ષણિક સહાય મળે તે હેતુથી આ પહેલ કરવામાં આવી હોવાનું જણાવાયું હતું. કાર્યક્રમમાં ઓએનજીસીના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
