અંકલેશ્વર તાલુકાનું નવા બોરભાઠા ગામ સમરસ જાહેર થયું હતુ.અને સરપંચ તેમજ સભ્યોની ટીમ દ્વારા ગામના સર્વાંગી વિકાસની ખેવના વ્યક્ત કરવામાં આવી હતી.
અંકલેશ્વર તાલુકાના નવા બોરભાઠાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગ્રામજનો અને પંચાયતના પૂર્વ સરપંચ અને આગેવાનો દ્વારા ગામના વિકાસની ખેવના સાથે સમરસ પંચાયત બનાવવા માટે ટીમ તૈયાર કરી હતી.તેઓના પ્રયાસોથી સરપંચ તરીકે ચંચળબેન સોમભાઈ પટેલ તથા તેમની પેનલના સભ્યો બિનહરીફ ચૂંટાયા આવ્યા હતા.

જે બદલ ગામ ખાતે ગ્રામજનો અને પંચાયત આગેવાનો દ્વારા ખુશી વ્યક્ત કરીને સરપંચ તેમજ સભ્યો બિન હરીફ થવા બદલ ફુલહાર કરી સ્વાગત કર્યું હતું. તમામ સભ્યો અને ટીમ દ્વારા ગામના સર્વાંગી વિકાસની ખેવના વ્યક્ત કરવામાં આવી હતી.
