• અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • તંત્ર દ્વારા આયોજન કરાયું

  • મતદાન જાગૃતિ રેલીનું આયોજન

  • ચૂંટણીને ધ્યાને લઇ આયોજન કરાયું

  • મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા

અંકલેશ્વર શહેરમાં મતદાર જાગૃતિ વધારવા માટે શિક્ષકો દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીને મામલતદાર રાજન વસાવા અને નાયબ મામલતદાર ભરત પટેલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.રેલીનું પ્રસ્થાન જીનવાલા હાઈસ્કૂલથી કરવામાં આવ્યું હતું ત્યારબાદ રેલી શહેરના મુખ્ય માર્ગો જેવા કે ત્રણ રસ્તા સર્કલ, ચૌટા નાકા અને ભરૂચી નાકા પરથી પસાર થઈ હતી. 
રેલી દરમિયાન શિક્ષકો દ્વારા મતદાનના મહત્વ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. રેલી અંતે ફરી જીનવાલા હાઈસ્કૂલ ખાતે પરત ફરી હતી, જ્યાં તેનું સમાપન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવી વધુમાં વધુ મતદાન થાય તે સુનિશ્ચિત કરવાનો હતો.સાથે જ મતદાન અંગેની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.