સોખડા હરિધામ વિવાદ મામલે આજે ગુજરાત હાઇકોર્ટમાં ફરી સુનાવણી હાથ ધરવામાં આવી છે.જેમાં હાઈકોર્ટે બંને પક્ષોને સમાધાનનું વલણ રાખવા જણાવ્યું હતું કે, હાઈકોર્ટે જણાવ્યું હતું કે, ધાર્મિક સંસ્થા માં સમાધાન શ્રેષ્ઠ ઉપાય છે. ધાર્મિક સંસ્થાઓ માં આવા વિવાદ યોગન નથી. આવતીકાલે બંને પક્ષોના વકીલો આવતીકાલે સાંજે 5 વાગ્યે મિટિંગ કરશે અને કોઈ સમાધાનકારી ઉકેલ બહાર લાવે તેવા પ્રયત્નો કરશે
હરિધામ સોખડા મંદિર નો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો છે. પ્રભુ સ્વામીના સમર્થકોએ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસની પિટિશન દાખલ કરી હતી. અગાઉ સોખડા સ્વામિનારાયણ મંદિરના વિવાદ મામલે કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ હતી. જેમાં હાઇકોર્ટે હેબીયસ કોપર્સ પિટિશનના મામલે મહત્વપૂર્ણ આદેશ કરવામાં આવ્યો છે. જેમાં મહિલા સાધ્વીઓને નિર્ણયનગર સંત નિવાસ કેમ્પસ માં રાખવા આદેશ કરાયો છે, જ્યારે પુરૂષ સંતોને આણંદ બાકરોલ આશ્રમમાં લઈ જવા કોર્ટે આદેશ કર્યો છે.
એટલું જ નહીં, હરિભક્તોના પાસપોર્ટ સહિતની વસ્તુ પરત કરવા HC આદેશ આપ્યા છે સોખડા હરિધામ વિવાદ મામલે ગુજરાત હાઇકોર્ટે આદેશ પહેલા કુલ 180 સંતોને કોર્ટે સાંભળ્યા હતા. ત્યારબાદ કોર્ટે નોંધ્યું હતું કે, આ સંતોને 4 મહિનામાં ખરાબ રીતે હેરાન કર્યા છે. એટલે પુરુષ સંતોને આણંદના બાકરોલ આશ્રમમાં લઇ જવામાં આવે, જ્યારે મહિલા સાધ્વીઓને નિર્ણય નગર સંત નિવાસ કેમ્પસમાં રાખવા આદેશ કરાયો છે. તમામ સંતો અને હરિભક્તો નો પાસપોર્ટ સહિતની વસ્તુ તેમને પરત કરવા આદેશ આપી દેવામાં આવ્યો છે.
