અંકલેશ્વરના અંસાર માર્કેટ લકી હોટલની સામે અજાણ્યા વાહન ચાલકે માર્ગ ઓળંગતી મહિલાને ટક્કર મારતા તેણીનું ગંભીર ઇજાઓને પગલે કરુણ મોત નીપજ્યું હતું.
મૂળ બિહાર અને હાલ અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામમાં આવેલ મસ્જિદની ગલીમાં રહેતી મજહબી ખાતુન મોહમ્મદ સમીદ ગોલ્ડન માર્કેટમાં લાકડાના ગોડાઉનમાં મજૂરી માટે ગયા હતા. જેઓ ત્યાંથી પરત પોતાના ઘરે આવી રહ્યા હતા. તે સમયે અંકલેશ્વરના અંસાર માર્કેટ લકી હોટલની સામે પુરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે માર્ગ ઓળંગતી મહિલાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.અકસ્માત અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.