ભરૂચના વાગરા પંથકમાં આવેલી ગંધાર સોલ્ટ કંપનીમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કંપની પરિસરમાં કામ કરી રહેલા એક કર્મચારી પર અચાનક લોખંડનો ભારેખમ શેડ અને કાટમાળ તૂટી પડતા તેનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું છે. ગંધાર સોલ્ટમાં જ્યારે કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક લોખંડનો જર્જરિત શેડ ધરાશાયી થયો હતો.
આ કાટમાળ સીધો ત્યાં ફરજ બજાવી રહેલા કર્મચારી પર પડતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાં તેનું મોત નિપજ્યું હતું.આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને તંત્ર દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.