Connect Gujarat
દુનિયા

બ્રાઝિલમાં પ્લેન ક્રેશ થતાં 18 લોકોના મોત, ખરાબ હવામાનને સર્જાય દુર્ઘટના....

બ્રાઝિલમાં શનિવારે એક પ્લેન ક્રેશ થયું હતું, જેમાં પાયલટ અને કો-પાયલટ સહિત 14 લોકોના મોત થયા હતા.

બ્રાઝિલમાં પ્લેન ક્રેશ થતાં 18 લોકોના મોત, ખરાબ હવામાનને સર્જાય દુર્ઘટના....
X

બ્રાઝિલમાં શનિવારે એક પ્લેન ક્રેશ થયું હતું, જેમાં પાયલટ અને કો-પાયલટ સહિત 14 લોકોના મોત થયા હતા. મૃતકોમાં બ્રાઝિલ અને અમેરિકાના મુસાફરોનો સામેલ છે. તમામ મુસાફરો બાર્સિલોસમાં ફિશિંગ માટે જઈ રહ્યા હતા. આ પ્લેન ક્રેશ એમેઝોનાસની રાજધાની મનૌસથી લગભગ 400 કિમી દૂર બાર્સિલોસ પ્રાંતમાં ભારતીય સમય અનુસાર રાત્રે 11.30 વાગ્યે થયું હતું. બ્રાઝિલના સિવિલ ડિફેન્સે તમામ મૃત્યુની પુષ્ટિ કરી છે. બ્રાઝિલના મીડિયા અનુસાર, દુર્ઘટના સમયે ભારે વરસાદ પડી રહ્યો હતો. એવું માનવામાં આવે છે કે ખરાબ હવામાનને કારણે પાયલોટ પ્લેનને લેન્ડ કરવા માટે લેન્ડિંગ સ્ટ્રીપનો અંદાજો લગાવી શક્યો નહોતો. તમામ મૃતદેહોને સ્થળ પરથી બહાર કાઢવામાં આવ્યા છે. શહેરમાં કોલ્ડ સ્ટોરેજની સુવિધા ન હોવાથી તમામ મૃતદેહોને નજીકની સ્થાનિક શાળામાં લઈ જવામાં આવ્યા છે. ભારતીય સમય અનુસાર બ્રાઝિલની વાયુસેનાનું વિમાન રવિવારે સાંજે બાર્સેલોના પહોંચશે અને તમામ મૃતદેહો તેમના પરિવારજનોને સોંપશે.

Next Story