Connect Gujarat
દુનિયા

ઈન્ડોનેશિયાના જકાર્તામાં 5.6ની તીવ્રતાનો ભૂકંપ, 20ના મોત, 300થી વધુ ઘાયલ

જકાર્તામાં 5.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આ દરમિયાન 20 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે 300 થી વધુ લોકો ઘાયલ હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઈન્ડોનેશિયાના જકાર્તામાં 5.6ની તીવ્રતાનો ભૂકંપ, 20ના મોત, 300થી વધુ ઘાયલ
X

ઈન્ડોનેશિયાના જકાર્તામાં 5.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આ દરમિયાન 20 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે 300 થી વધુ લોકો ઘાયલ હોવાનું જાણવા મળી રહ્યું છે. સિયાંજુરના પ્રશાસનના વડા હરમન સુહરમેને જણાવ્યું કે મને મળેલી માહિતી મુજબ માત્ર એક હોસ્પિટલમાં લગભગ 20 લોકોના મોત થયા છે અને ઓછામાં ઓછા 300 લોકોની સારવાર ચાલી રહી છે. ઈમારતોમાં ફસાઈ જવાને કારણે મોટાભાગનાને ફ્રેક્ચર થયું છે. મૃતકોની સંખ્યા પણ વધી શકે છે.

હવામાનશાસ્ત્ર અને જિયોફિઝિક્સ એજન્સીએ જણાવ્યું કે સોમવારે ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં 5.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર પશ્ચિમ જાવાના સિયાનજુરમાં 10 કિમીની ઊંડાઈએ હતું. જો કે તેના કારણે સુનામીની કોઈ શક્યતા વ્યક્ત કરવામાં આવી નથી. જકાર્તામાં ભૂકંપ બાદ લોકો ભયભીત થઈ ગયા હતા. તેમની ઓફિસમાં કામ કરતા લોકો પણ બહાર આવી ગયા હતા. ભૂકંપના આંચકાને કારણે ઈમારત ધ્રૂજતી દેખાઈ હતી. આથી અરાજકતા સર્જાઈ હતી.

Next Story