Connect Gujarat
દુનિયા

તાઈવાનમાં 6.9ની તીવ્રતાના ભૂકંપથી ધરતી ધ્રૂજી, સુનામી એલર્ટ.!

રવિવારે એક શક્તિશાળી ભૂકંપથી તાઈવાનની જમીન હચમચી ગઈ હતી. મળતી માહિતી મુજબ અહીં 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

તાઈવાનમાં 6.9ની તીવ્રતાના ભૂકંપથી ધરતી ધ્રૂજી, સુનામી એલર્ટ.!
X

રવિવારે એક શક્તિશાળી ભૂકંપથી તાઈવાનની જમીન હચમચી ગઈ હતી. મળતી માહિતી મુજબ અહીં 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આંચકા એટલા જોરદાર હતા કે એક બે માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ અને એક જગ્યાએ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ.

ભૂકંપના આંચકા શહેરથી 50 કિલોમીટર ઉત્તરમાં 2:44 કલાકે (સ્થાનિક સમય મુજબ) અનુભવાયા હતા. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપનું કેન્દ્ર 10 કિમી નીચે હતું. બે માળની ઈમારત ધરાશાયી થયા બાદ બે ઘાયલોને બચાવી લેવાયા હોવાનું જણાવવામાં આવ્યું હતું. ભૂકંપના આંચકા બાદ એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં લોકો પોતાનો જીવ બચાવવા બિલ્ડિંગમાંથી બહાર નીકળતા જોવા મળી રહ્યા છે.

જાપાનના હવામાન વિભાગ દ્વારા સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. અહીં નાગરિકોને અંધારું થતાં પહેલાં દક્ષિણી દ્વીપ ક્યૂશુને ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. રવિવારે અહીં ભારે તોફાન આવવાની શક્યતા છે. જેના કારણે 20 ઈંચ સુધી વરસાદ પડી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે તાઈવાન સાથે જોડાયેલા ટાપુ પર સુનામીનો ખતરો છે.

Next Story