Connect Gujarat
દુનિયા

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં મોટો બોમ્બ બ્લાસ્ટ, 32 લોકોના મોત.!

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આજે સવારે મોટો બ્લાસ્ટ થયો, જેમાં 32 લોકોના મોત નીપજ્યાં છે.

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં મોટો બોમ્બ બ્લાસ્ટ, 32 લોકોના મોત.!
X

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આજે સવારે મોટો બ્લાસ્ટ થયો, જેમાં 32 લોકોના મોત નીપજ્યાં છે. તો આ બોમ્બ બ્લાસ્ટમાં 40 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તાલિબાનના પ્રવક્તા ખાલિદ ઝાદરાનએ જણાવ્યું કે, શુક્રવારે સવારે દશતી બારચી વિસ્તારમાં બ્લાસ્ટ થયો હતો. આ વિસ્તારમાં મોટાભાગના અફઘાનિસ્તાનના લઘુમતી શિયા સમુદાયના લોકો રહે છે.

હજુ સુધી આ બ્લાસ્ટની જવાબદારી કોઈએ નથી લીધી. તાલિબાનના પ્રવક્તાએ કહ્યું કે, પીડિતોમાં હાઈસ્કૂલથી લઈને કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પણ સામેલ છે. વિસ્ફોટ થયો તે સમયે તેઓ યુનિવર્સિટીમાં પ્રવેશ પરીક્ષા આપી રહ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ શુક્રવારે આવા શૈક્ષણિક કેન્દ્રો કે જેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે તેમના માટે વધારાની સુરક્ષાની માંગણી કરશે. અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયમાં તાલિબાન દ્વારા નિયુક્ત પ્રવક્તા અબ્દુલ નફી ટાકોરે જણાવ્યું કે, વિસ્ફોટ શુક્રવારે વહેલી સવારે થયો હતો. અબ્દુલ નફી ટાકોરે કહ્યું કે, અમારી ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં કાબુલમાં રશિયન દૂતાવાસની બહાર થયેલા વિસ્ફોટની પણ સખત નિંદા કરવામાં આવી હતી.

Next Story