અમેરિકામાં પહેલાં ધોરણમાં ભણતા બાળકે શિક્ષકને મારી ગોળી, વાંચો સમગ્ર મામલો.!

અમેરિકામાં ગન કલ્ચર હવે જોખમી સાબિત થઈ રહ્યું છે ત્યારે અમેરિકાના વર્જિનિયામાંથી ફાયરિંગનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

અમેરિકામાં પહેલાં ધોરણમાં ભણતા બાળકે શિક્ષકને મારી ગોળી, વાંચો સમગ્ર મામલો.!
New Update

અમેરિકામાં ગન કલ્ચર હવે જોખમી સાબિત થઈ રહ્યું છે ત્યારે અમેરિકાના વર્જિનિયામાંથી ફાયરિંગનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 6 વર્ષના બાળકે સ્કૂલમાં ક્લાસ ની અંદર ટીચર ને ગોળી મારી દીધી. શિક્ષિકા એક મહિલા છે અને તેની ઉંમર 30 વર્ષની આસપાસ છે. હાલ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બાળકને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યું છે.

આ ઘટના શનિવારે રિકનેક એલિમેન્ટ્રી સ્કૂલમાં બની હતી. એ સમયે વર્ગમાં ટીચર અને બાળક એકલાં હતાં. પોલીસ વડા સ્ટીવ ડ્રુએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ કોઈ અકસ્માતનો મામલો નથી. બાળકે જાણીજોઈને મહિલા પર ફાયરિંગ કર્યું હતું. આખા વર્ગ ની સામે ટીચર સાથેના વિવાદને કારણે તેણે આવું કર્યું. જોકે હાલ આ કેસની તપાસ કરવા માટે વકીલની સલાહ લેવામાં આવી રહી છે. ડ્રુએ જણાવ્યું હતું કે મહિલાની હાલત નાજુક છે. ગોળી વાગવાને કારણે તેને જે ઈજા થઈ છે એ જીવલેણ સાબિત થઈ શકે છે. જોકે તેની તબિયતમાં સુધારો થવાની શક્યતા છે. અમને મળેલું છેલ્લું અપડેટ દર્શાવે છે કે મહિલા ની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. ફાયરિંગમાં અન્ય કોઈ બાળકને ઇજા થઈ નથી ફાયરિંગ બાદ સ્કૂલમાં માં ભયનો માહોલ છે. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટનામાં અન્ય કોઈ બાળકો સામેલ નથી. અત્યારે આ મામલાની તપાસ ચાલી રહી છે. તપાસ પૂરી થયા બાદ જ કહી શકાશે કે બાળક પાસે પિસ્તોલ ક્યાંથી આવી અને તેને શાળામાં કેવી રીતે લાવ્યો. સ્કૂલ સોમવાર સુધી બંધ રહેશે

#Connect Gujarat #BeyondJustNews #America #Student #school #teacher #USA #Gun Fire
Here are a few more articles:
Read the Next Article