મેક્સિકોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આમાં એક હોટ એર બલૂન હવામાં ઉડી રહ્યો છે અને તેમાં અચાનક આગ લાગી ગઈ હતી. આ દરમિયાન કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા માટે બલૂનમાંથી નીચે કૂદતા જોવા મળે છે. પ્રાદેશિક સરકારે જણાવ્યું હતું કે આ ઘટના શનિવાર, 1 એપ્રિલના રોજ મેક્સિકો સિટી નજીક પ્રખ્યાત ટિયોતિહુઆકન પુરાતત્વીય સ્થળની નજીક બની હતી. આ અકસ્માતમાં આગ લાગવાથી બે લોકોના મોત થયા હતા.
મેક્સિકો રાજ્ય સરકારે કહ્યું કે કેટલાક મુસાફરોએ બલૂનમાંથી કૂદકો માર્યો હતો. આ અકસ્માતમાં એક બાળક પણ દાઝી ગયો હતો. મૃતકોની ઓળખ 39 વર્ષીય મહિલા અને 50 વર્ષીય પુરુષ તરીકે થઈ છે. આ અકસ્માતમાં એક બાળકનો ચહેરો આગથી સંપૂર્ણ રીતે દાઝી ગયો હતો. આ સાથે તેના જમણા પગમાં પણ ફ્રેક્ચર થયું હતું.