/connect-gujarat/media/post_banners/5863e3afbd26d8f2a80b3432124db09726132bbd3ce0cacd623f03fdc2563bb9.webp)
કેનેડામાં વેનકુવર પાસે ચિલ્લીવેકમાં એક નાનું પ્લેન ક્રેશ થ ગયુ છે. વિમાનમાં બે ભારતીય ટ્રેઈની પાયલટ સહિત ત્રણ લોકોના મોત થઈ ગયા છે. સ્થાનિક મીડિયા પ્રમાણે વિસ્તારમાં એક ઝાડ સાથે અથડાયા બાદ વિમાન ક્રેશ થઈ ગયુ હતું. પ્રાપ્ત માહિતી પ્રમાણે પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા બે ભારતીય પાયલટના નામ અભય ગડરૂ અને યશ વિજય રામુગાડે છે. તેઓ મુંબઈના રહેવાસી હતા. સ્થાનિક અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. કેનેડા પોલીસે એક નિવેદનમાં જણાવ્યું કે, ઘટના સ્થળનું નિરીક્ષણ કરી લેવામાં આવ્યુ છે અને આ વિસ્તારમાં કોઈ જાનહાનિ કે કોઈ જોખમની કોઈ સૂચના નથી મળી.