Connect Gujarat
દુનિયા

PM મોદીનાં બર્થ ડે પર નામીબિયાથી આઠ ચિત્તાને લઈને આવી પહોંચશે વિશેષ કાર્ગો વિમાન

ફરી એકવાર જંગલી પ્રાણી ચિત્તા ભારતમાં પરત લાવવામાં આવી રહ્યા છે. લગભગ સિત્તેર વર્ષ પહેલાં ભારતમાંથી ચિત્તા લુપ્ત થઈ ગયા હતા.

PM મોદીનાં બર્થ ડે પર નામીબિયાથી આઠ ચિત્તાને લઈને આવી પહોંચશે વિશેષ કાર્ગો વિમાન
X

ફરી એકવાર જંગલી પ્રાણી ચિત્તા ભારતમાં પરત લાવવામાં આવી રહ્યા છે. લગભગ સિત્તેર વર્ષ પહેલાં ભારતમાંથી ચિત્તા લુપ્ત થઈ ગયા હતા. ભારત સરકારે ચિતાના પુનઃસ્થાપન માટે પહેલ કરી છે. હવે તેમને નામીબિયાથી વિશેષ ચાર્ટર એરક્રાફ્ટ દ્વારા ભારત લાવવામાં આવી રહ્યા છે.આવતીકાલે ચિતાની ફ્લાઈટ મધ્યપ્રદેશના ગ્વાલિયર માં ઉતરશે. અગાઉ રાજસ્થાનના જયપુરમાં વિમાનને લેન્ડ કરવાની યોજના હતી, પરંતુ લોજિસ્ટિક સમસ્યાઓના કારણે તેને ગ્વાલિયરમાં લેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 17 સપ્ટેમ્બરે સવારે ચિત્તા નું વિમાન ગ્વાલિયરમાં ઉતરશે, ત્યારબાદ તેને હેલિકોપ્ટર દ્વારા મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્ક લઈ જવામાં આવશે. નામીબિયા થી આઠ ચિત્તા ભારતમાં લાવવામાં આવી રહ્યા છે, જેમાં પાંચ માદા અને ત્રણ નર નો સમાવેશ થાય છે ગ્વાલિયરની કુનો નેશનલ પાર્ક નું અંતર જયપુરની સરખામણીમાં ઓછું છે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે, ચિત્તાઓને ટુંક સમયમાં નેશનલ પાર્કમાં શિફ્ટ કરી શકાય. ચિત્તાને ત્રણ અલગ-અલગ હેલિકોપ્ટર દ્વારા ગ્વાલિયરથી લઈ જવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચિત્તાઓને નેશનલ પાર્કમાં શિફ્ટ કરવાના કાર્યક્રમમાં સામેલ થશે. આવતીકાલે પીએમ મોદીનો પણ જન્મદિવસ છે

Next Story