Connect Gujarat
દુનિયા

અમેરિકાના હવાઇના જંગલમાં લાગી ભયાનક આગ, હવાઈમાં 93નાં મોત, 2 હજાર ઈમારતો બળીને ખાક….

અમેરિકાના હવાઈ રાજ્યનાં જંગલોમાં લાગેલી આગને કારણે 93 લોકોનાં મોત થયાં છે. અમેરિકાનાં જંગલોમાં છેલ્લાં 100 વર્ષમાં લાગેલી આ સૌથી ભીષણ આગ છે.

અમેરિકાના હવાઇના જંગલમાં લાગી ભયાનક આગ, હવાઈમાં 93નાં મોત, 2 હજાર ઈમારતો બળીને ખાક….
X

અમેરિકાના હવાઈ રાજ્યનાં જંગલોમાં લાગેલી આગને કારણે 93 લોકોનાં મોત થયાં છે. અમેરિકાનાં જંગલોમાં છેલ્લાં 100 વર્ષમાં લાગેલી આ સૌથી ભીષણ આગ છે. હવાઈના ગવર્નર જોશ ગ્રીને આશંકા વ્યક્ત કરી છે કે મૃત્યુઆંક વધુ વધી શકે છે. સીએનએન અનુસાર, રાજ્યપાલે જણાવ્યું કે આગને કારણે હવાઈમાં 49.77 હજાર કરોડનું નુકસાન થયું છે. માઉઈ અને લહાયના જેવાં શહેરોમાં 2 હજારથી વધુ ઈમારતો બળી ગઈ છે. ગવર્નર ગ્રીનના જણાવ્યા અનુસાર, દરરોજ લગભગ 15,000 લોકોએ તેમના ઘર છોડવા પડે છે. બીજી તરફ જે લોકો હવે પરત ફરી રહ્યા છે તેઓ પોતાના બળેલા ઘર જોઈને ચોંકી ઊઠ્યા છે. હવાઈના કાહુલુઈ એરપોર્ટનો એક રનવે રાહત પુરવઠો માટે આરક્ષિત કરવામાં આવ્યો છે. સીએનએન અનુસાર, અધિકારીઓ અને બચાવ કર્મચારીઓએ માઉઈમાં લાગેલી 85% આગને બુઝાવી દીધી છે. તે જ સમયે, લહાયના પુલેહુ જંગલોમાં લાગેલી આગ પણ 80% સુધી ઓલવાઈ ગઈ છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, જંગલની આગ શહેરનાં વૃક્ષોના મૂળ સુધી પહોંચી ગઈ છે. આગ ઓલવવા માટે હેલિકોપ્ટરથી પાણી ફેંકવામાં આવતું હોવા છતાં જમીનની નીચેનાં વૃક્ષોનાં મૂળ બળી રહ્યાં છે, જેના કારણે આગ ફરી પ્રસરવાનો ભય છે.

Next Story