/connect-gujarat/media/media_files/2024/11/14/ttbyUAm38VT92EgQIDzZ.jpg)
અમેરિકાના એનએસએ હોદ્દા માટે માઇક વૉલ્ટ્ઝનું નામ નિશ્ચિત મનાઈ રહ્યું છે અને વિદેશમંત્રી પદે ફ્લોરિડાના સેનેટર માર્કો રુબિયોના નામની અટકળોને પગલે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટતંત્રની 2 પ્રાથમિકતા સ્પષ્ટ થઈ ગઈ છે. પહેલી, યુક્રેન અને ઇઝરાયલ યુદ્ધ અટકાવવા માટે અમેરિકા દબાણ કરશે. બીજી, અમેરિકા ચીનને જોરદાર ટક્કર આપશે. તેને પગલે ટ્રમ્પ વહીવટીતંત્ર પોતાનું કૂટનીતિક વલણ ભારતતરફી કરવા જઈ રહ્યું છે. તેને પરિણામે જ અમેરિકન રાષ્ટ્રપતિની પ્રથમ વિદેશયાત્રા માટે નવી દિલ્હી અને વૉશિંગ્ટન, બંનેએ પડદા પાછળ પહેલ શરૂ કરી દીધી છે.
આ કવાયતને પગલે ટ્રમ્પ અને મોદીની મુલાકાત ગોઠવવાના પ્રયાસોને વેગ અપાઈ રહ્યો હોવાની ચર્ચા છે. 20 જાન્યુઆરીએ ટ્રમ્પ સત્તારૂઢ થાય તે પછી તરત જ ઔપચારિક પહેલ થાય, તેવી પૂરતી શક્યતા છે. મોદી-ટ્રમ્પ વચ્ચે ટૅલિફોનિક શુભેચ્છા સંદેશથી આની શરૂઆત થશે. તેમાં અમેરિકાના રાષ્ટ્રપતિને ક્વાડ શિખર સંમેલનમાં દિલ્હી આવવાનું નોતરું અપાશે. ક્વાડની તારીખો જાપાન અને ઑસ્ટ્રેલિયાના નેતાઓની ભાગીદારીને ધ્યાનમાં રાખીને નક્કી થશે.