/connect-gujarat/media/media_files/2025/07/21/plane-crash-2025-07-21-16-25-57.jpg)
અમદાવાદ પ્લેન ક્રેશ બાદ હવે વધુ એક વિમાન દુર્ઘટના સર્જાઈ છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એરફોર્સનું F7 વિમાન કોલેજની બિલ્ડિંગ પર ક્રેશ થયું હતું જેમાં 1નું મોત થયું હતું તથા ઘણા ઘાયલ થયા હતા.
વિમાન તૂટી પડતાં અફરાતફરી મચી હતી. લોકો જીવ બચાવવા ભાગતાં જોઈ શકાતાં હતા. આ ઘટનાના કેટલાક વીડિયો પણ સામે આવ્યાં છે જેમાં લોકોને ભાગતાં જોઈ શકાય છે.
ઢાકાના ઉત્તરા વિસ્તારમાં માઇલસ્ટોન સ્કૂલ અને કોલેજના કેમ્પસમાં બપોરે વિમાન ક્રેશ થયું હતું, જ્યાં વિદ્યાર્થીઓ હાજર હતા. ટેલિવિઝન ફૂટેજમાં ક્રેશ સ્થળ પરથી આગ અને ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો.
બાંગ્લાદેશ આર્મી પબ્લિક રિલેશન્સ ઓફિસે ક્રેશ થયેલ F7 BGI વિમાન બાંગ્લાદેશ વાયુસેનાનું હતું. ફાયર ઓફિસર લીમા ખાને ફોન પર જણાવ્યું હતું કે ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું છે અને ચાર અન્ય ઘાયલ થયા છે.
વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ફેસબુક પોસ્ટમાં લખ્યું છે
આ વિમાન દુર્ઘટનામાં વાયુસેનાના સભ્યો, માઇલસ્ટોન સ્કૂલ એન્ડ કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષક અને કર્મચારીઓ સહિત જે લોકોને નુકસાન થયું છે, તે ભરપાઈ થઈ શકે તેમ નથી. આ દેશ માટે એક ખૂબ જ દુઃખદ ક્ષણ છે.
હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું અને બધી સંબંધિત હોસ્પિટલો અને અધિકારીઓને આદેશ આપું છું કે તેઓ સંપૂર્ણ ગંભારતાથી આ સ્થિતિને સંભાળે. સરકાર આ દુર્ઘટનાનું કારણ જાણવા માટે જરૂરી તપાસ કરાવશે અને દરેક શક્ય મદદ સુનિશ્ચિત કરશે.
ફાયર સર્વિસે જણાવ્યું હતું કે આ ઘટના બપોરે 1:18 વાગ્યે બની હતી અને તેમના યુનિટ બપોરે 1:22 વાગ્યે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઉત્તરા, ટોંગી, પલ્લબી, કુર્મિટોલા, મીરપુર અને પૂર્વાચલમાં આઠ ફાયર સ્ટેશનની ટીમો બચાવ અને રાહત કામગીરીમાં સામેલ હતી
F-7BGI બાંગ્લાદેશ એરફોર્સ(BAF)નું મલ્ટીરોલ એટલે અનેક કામ કરનારું ફાઇટર જેટ છે. આ ચીનના ચેંગદૂ J-7 ફાઇટરનું એડવાનવ્સ વર્ઝન છે, જે સોવિયત યૂનિયનના MiG-21 પર આધારિત છે.
BAF ને 2011 અને 2013ની વચ્ચે 16 થી 36 ની સંખ્યામાં આ ફાઇટર વિમાન મળ્યું. તેને થંડરકેટ સ્ક્વોડ્રનમાં એક વચગાળાના (કામચલાઉ) ઉકેલ તરીકે સામેલ કરવામાં આવ્યું.
Dhaka | Bangladesh | Plane crash | Air Force Plane Crash