ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી લશ્કરી કવાયત દરમિયાન આજે રવિવારે લગભગ 20 યુએસ મરીનને લઈ જતું હેલિકોપ્ટર ક્રેશ થયું. આ ઘટના ડાર્વિનની ઉત્તરે તિવી ટાપુઓ પર બની હતી. ઓસ્ટ્રેલિયન સંરક્ષણ પ્રવક્તાને ટાંકીને એક ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે, એક્સરસાઇઝ પ્રિડેટર રન-2023 દરમિયાન અકસ્માત થયો હતો.
યુ.એસ., ઓસ્ટ્રેલિયા, ફિલિપાઇન્સ, તિમોર-લેસ્ટે અને ઇન્ડોનેશિયાના 2,500 થી વધુ સૈનિકો તિવી ટાપુઓ પરની કવાયતમાં સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે. સ્થાનિક મીડિયામાં દુર્ઘટના વિશેના પ્રારંભિક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે આપાતકાલીન સેવાઓને સ્થાનિક સમય અનુસાર સવારે 9.43 વાગ્યે હેલિકોપ્ટર દુર્ઘટનાની જાણ કરવામાં આવી હતી. આ દરમિયાન અકસ્માતનો ભોગ બનેલા લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા પર મહત્તમ ધ્યાન રહે છે. ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટ કંપનીએ કોઈ જાનહાનિની જાણ કરી ન હતી, જોકે અન્ય એક ન્યૂઝે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, કેટલાક સૈનિકો હજુ પણ ગુમ છે. એક અહેવાલ મુજબ ક્રેશ સ્થળ પરથી અનેક મરીનને બચાવી લેવામાં આવ્યા છે.