ઓસ્ટ્રેલિયામાં સરકારનો મહત્વનો નિર્ણય, 16 વર્ષથી નાના બાળકો માટે સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ !

વિશ્વભરમાં બાળકો દ્વારા સતત વધી રહેલા સોશિયલ મીડિયાના ઉપયોગ વચ્ચે હવે ઓસ્ટ્રેલિયા 16 વર્ષથી નીચેની વયના બાળકો પર સોશિયલ મીડિયા પ્રતિબંધ લાગૂ કરવાની યોજના

New Update
social
Advertisment

વિશ્વભરમાં બાળકો દ્વારા સતત વધી રહેલા સોશિયલ મીડિયાના ઉપયોગ વચ્ચે હવે ઓસ્ટ્રેલિયા 16 વર્ષથી નીચેની વયના બાળકો પર સોશિયલ મીડિયા પ્રતિબંધ લાગૂ કરવાની યોજના ઘડી રહ્યું છે. ઑસ્ટ્રેલિયા સરકાર ટૂંક સમયમાં સોશિયલ મીડિયાના ઉપયોગને શરૂ કરવા માટે 16 વર્ષની વયમર્યાદા નિર્ધારિત કરવા માટે કાયદો ઘડશે તેમજ તેના અનુપાલનને સુનિશ્ચિત કરવા માટે પ્લેટફોર્મ જવાબદાર ગણાશે.

Advertisment

ઓસ્ટ્રેલિયન PM એન્થની અલબાનીસે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાથી આપણા બાળકોને નુકસાન થઇ રહ્યું છે અને હવે નક્કર પગલાં લેવાનો સમય આવી ચૂક્યો છે. આ વર્ષના સંસદ સત્રના છેલ્લા બે સપ્તાહ દરમિયાન આ કાયદો રજૂ કરવામાં આવશે.આ સંસદ સત્ર આગામી 18 નવેમ્બરથી શરૂ થઇ રહ્યું છે. કાયદો પસાર થયાના 12 મહિના બાદ વયમર્યાદા લાગૂ કરાશે. એક્સ, ટિકટોક, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક સહિતના પ્લેટફોર્મે ઓસ્ટ્રેલિયાના 16 વર્ષથી ઓછી વયના બાળકોને સોશિયલ મીડિયાથી કઇ રીતે દૂર રાખવા એ અંગે કામગીરી કરવાની રહેશે.

Latest Stories