ફ્રાન્સમાં ઓલિમ્પિકની શરૂઆત પહેલા હાઈસ્પીડ રેલવે લાઈન પર હુમલાથી વિશ્વ સ્તબ્ધ

ફ્રાન્સની હાઈસ્પીડ રેલવે લાઈનો પર હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે. આ કારણે ઓલિમ્પિકની શરૂઆત પહેલા જ પેરિસમાં રેલ વ્યવહાર ખોરવાઇ જતા લાખો મુસાફરો અટવાયા હોવાનું જાણવા મળ્યું છે.

New Update
france

ફ્રાન્સની હાઈસ્પીડ રેલવે લાઈનો પર હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે. આ કારણે ઓલિમ્પિકની શરૂઆત પહેલા જ પેરિસમાં રેલ વ્યવહાર ખોરવાઇ જતા લાખો મુસાફરો અટવાયા હોવાનું જાણવા મળ્યું છે.

ફ્રાન્સની નેશનલ રેલ કંપની એસએનસીએફએ શુક્રવારે જણાવ્યું કેહાઈ-સ્પીડ લાઈનો પર ઘણી શંકાસ્પદ ગતિવિધિઓ થઈ હતી. ક્યાંક આગ લગાડવામાં આવી છે તો ક્યાંક પાટા ઉખડેલા નજરે પડી રહ્યાં છે. આ કારણે ઓલિમ્પિક ગેમ્સના ઉદ્ઘાટન સમારોહના દિવસે રેલવે ટ્રાફિકમાં વિક્ષેપ પડ્યો છે. ફ્રાન્સમાં આ રમત પૂર્વે હુમાલો વધતા ઓલિમ્પિક 2024ની મેજબાની ફ્રાન્સ માટે વધુ જોખમી બની રહી છે.અને ઘટનાને પગલે લાખો મુસાફરો રેલવે સ્ટેશનો પર અટવાયા હોવાનું પણ જાણવા મળ્યું છે.

પેરિસ ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારોહના થોડા કલાકો પહેલા જ બનેલી ઘટનાઓની ફ્રેન્ચ અધિકારીઓએ નિંદા કરી હતી. જોકે આ ઘટનાઓ ઓલિમ્પિક ગેમ્સ સાથે જોડાયેલી હોવાના કોઈ તાત્કાલિક સંકેત મળ્યા નથી.વધુમાં અન્ય દેશોએ પણ ઘટનાને નિંદનીય ગણાવી હતી.    

Latest Stories