21 લાખ દીવાથી ઝગમગી ઉઠશે અયોધ્યા, દિવાળીને લઈને યોગી સરકારે કરી ખાસ તૈયારીઓ....

અયોધ્યામાં દિવાળી આ વખતે અનેક રીતે ખાસ હશે. આમ તો 2017થી અહીં દર વર્ષે દિવાળીએ અનેક રેકોર્ડ સર્જાય છે

New Update
21 લાખ દીવાથી ઝગમગી ઉઠશે અયોધ્યા, દિવાળીને લઈને યોગી સરકારે કરી ખાસ તૈયારીઓ....

અયોધ્યામાં દિવાળી આ વખતે અનેક રીતે ખાસ હશે. આમ તો 2017થી અહીં દર વર્ષે દિવાળીએ અનેક રેકોર્ડ સર્જાય છે પણ રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાથી પહેલાં યોજાનાર આ વખતના દિપોત્સવને લઈને યોગી સરકારે ખાસ તૈયારીઓ કરી છે. આ વખતે 21 લાખ દિવાથી અવધપુરી ઝગમગી ઊઠશે. તેની સાથે ફરી એક વિશ્વરેકોર્ડ સર્જાશે. આ મામલે ખુદ સીએમ યોગી આદિત્યનાથ છે અને તેમણે એક હાઈ લેવલની બેઠકનું નેતૃત્વ કર્યું હતું. જેમાં તેમણે દિવાળી, હનુમાન જયંતિ, દિપોત્સવ, છઠ્ઠ પૂજા, દેવોત્થાન, એકાદશી, દેવ દિવાળી વગેરે પર્વો માટે ખાસ દિશાનિર્દેશ આપ્યા હતા. તેમણે કડક શબ્દોમાં કહ્યું કે શાંતિ, સુરક્ષા અને સૌહાર્દ સાથે તહેવારોની ઉજવણી કરવામાં આવે. અરાજક તત્વો સાથે કોઈ નરમાશ ન વર્તવામાં આવે. મણે કહ્યું કે દીપોત્સવ આપણી સનાતન પરંપરાનો અભિન્ન હિસ્સો છે. તે મર્યાદા પુરષોત્તમ ભગવાન શ્રીરામ, મા સીતા અને લક્ષ્મણજીના 14 વર્ષના વનવાસ બાદ અયોધ્યા પરત ફરવાની પાવન સ્મૃતિ સ્વરૂપ છે. અયોધ્યાન દીપોત્સવમાં ભગવાન શ્રીરામની અયોધ્યા વાપસી, ભરત મિલાપ, શ્રીરામ રાજ્યાભિષેક વગેરે પ્રસંગોનું પ્રતીકાત્મક ચિત્રણ પણ કરાશે. સરયુ નદીની આરતી પણ ઉતારાશે.