/connect-gujarat/media/post_banners/6039dbeab08c18dcaa783e1ba13c81c6c81494e865a31e0ac372735737ebd141.webp)
ઉત્તર પ્રદેશના બલિયામાં એક મોટી દુર્ઘટના સર્જાય છે, જ્યાં 40 લોકોને લઈને જતી એક હોડી ગંગા નદીમાં પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 20 થી વધુ લોકો લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે.
મળતી માહિતી અનુસાર, આ ઘટના બલિયા જિલ્લાના માલદેપુર ગંગા ઘાટ પર બની હતી, પરિવારના સભ્યો મુંડન સંસ્કારમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. પરિવારના તમામ લોકો બોટમાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક બોટ પલટી ગઈ હતી. લોકોની ચીસો સાંભળીને સ્થાનિક લોકો મદદ માટે પહોંચી ગયા હતા. ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે બે લોકોના મોત થયા હતા.
હજુ પણ 20 થી 25 લોકો ગુમ હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમની શોધખોળ કરવામાં આવી રહી હતી. સ્થાનિક વહીવટી તંત્ર પણ ઘટના સ્થળે પહોંચી ગયું છે.