ચીનના રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટ, 31નાં મોત:ગેસ લીકને કારણે વિસ્ફોટ

ચીનના રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટ, 31નાં મોત:ગેસ લીકને કારણે વિસ્ફોટ

ચીનના રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટ, 31નાં મોત:ગેસ લીકને કારણે વિસ્ફોટ
New Update

ચીનના યિનચુઆન શહેરમાં બુધવારે મોડી રાત્રે એક રેસ્ટોરન્ટમાં વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં 31 લોકોનાં મોત થયા હતા. ચીની મીડિયા 'સિન્હુઆ' અનુસાર ગેસ લીકેજને કારણે વિસ્ફોટ થયો હતો. 7 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.અકસ્માત સમયે આ વિસ્તારમાં ભારે ભીડ જોવા મળી હતી.અહીં ડ્રેગન બોટ ફેસ્ટિવલની તૈયારીઓ ચાલી રહી હતી.

યિનચુઆન શહેર 'નિંગજિયા' નામના સ્વાયત્ત પ્રાંતની રાજધાની છે. આ પ્રાંતની વસ્તી 68 લાખ છે. આમાંથી 36% લોકો મુસ્લિમ છે.ચીની મીડિયા 'સિન્હુઆ'એ અકસ્માત બાદ કેટલીક તસવીરો જાહેર કરી છે. આગ ઓલવ્યા બાદ સ્થળ પર હાજર ફાયર વિભાગની ગાડીઓ નજરે પડે છે. અગ્નિશામકો પણ ઘાયલ લોકોને એમ્બ્યુલન્સમાં લઈ જતા જોવા મળે છે.

ચીનના રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટ, 31નાં મોત:ગેસ લીકને કારણે વિસ્ફોટ

ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે પહેલા રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટ થયો હતો. આ પછી આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે તે ઝડપથી ફેલાઈ ગઈ હતી. જો કે ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.

#explosion #blast #Gas leak #WORLD NEWS #Chinese restaurant #International News
Here are a few more articles:
Read the Next Article