ચીન કુદરતી આફત સામે લાચાર, ભૂકંપના કારણે 90થી વધુ લોકોના મોત

6.8ની તીવ્રતાના ભૂકંપની ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 90થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 25 જેટલા લોકો હજુ પણ લાપતા છે...

ચીન કુદરતી આફત સામે લાચાર, ભૂકંપના કારણે 90થી વધુ લોકોના મોત
New Update

કુદરતી આફત સામે માણસ લાચાર બની જાય છે. પછી ભલે વિકસિત અમેરિકા જેવા દેશ હોય કે પછી સૌથી વધુ જનસંખ્યા ધરાવતો ચીન દેશ હોય. થોડા દિવસો પહેલા (5 સપ્ટેમ્બર) ના રોજ ચીનના દક્ષિણ-પશ્ચિમ સિચુઆન પ્રાંતમાં લુડિંગ કાઉન્ટી અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલા 6.8ની તીવ્રતાના ભૂકંપની ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 90થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 25 જેટલા લોકો હજુ પણ લાપતા છે...

ભારતના પાડોશી દેશોની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક જોવા મળી રહી છે. શ્રીલંકા, પાકિસ્તાન આજે આર્થિક રીતે પાયમાલ થવાની આરે છે. તો બીજી તરફ ચીનમાં પણ કુદરતી આફતના કારણે ત્યાંની જનતા ખૂબ જ પરેશાન છે. પશ્ચિમ ચીનમાં 5 સપ્ટેમ્બરના રોજ ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં મૃતકોની સંખ્યા વધીને 93 થઈ ગઈ છે, જ્યારે બચેલા લોકોની શોધ ચાલુ છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. ગયા અઠવાડિયે સિચુઆન પ્રાંતમાં 6.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો..

જેના કારણે પ્રાંતના ગંજે તિબેટીયન સ્વાયત્ત ક્ષેત્રમાં વ્યાપક નુકસાન થયું હતું.મળી રહેલી માહિતી અનુસાર, રવિવાર સાંજ સુધીમાં 25 વધુ લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનના જોખમને કારણે બચી ગયેલા લોકોની શોધ અને મૃતદેહોને શોધવું ખૂબ જ મુશ્કેલ દેખાઇ રહ્યું છે. ચીનમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે કેટલાક રહેવાસીઓએ કામચલાઉ આશ્રય સ્થાનોમાં આશ્રય લેવો પડ્યો હતો. ભૂકંપની અસર પ્રાંતની રાજધાની ચેંગદૂને પણ થઈ હતી, જ્યાં રહેવાસીઓ કડક શૂન્ય-કોવિડ નીતિ હેઠળ છે. આનો અર્થ એ છે કે, તેમને તેમની ઇમારતો છોડવાની મંજૂરી નથી. ચેંગદૂની સ્થાનિક સરકારે જાહેરાત કરી હતી કે, કેટલા જિલ્લાઓ જ્યાં કોવિડ-19 ના નવા કેસ નથી તેમને સોમવારે ફરીથી ખોલવાની મંજૂરી આપવામાં આવશે...

#earthquake #China EarthQuake #Earthquake News #China #Gujarati News #ConnectGujarata #કુદરતી આફત
Here are a few more articles:
Read the Next Article