Connect Gujarat
દુનિયા

ભારત-અમેરિકાના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી સાજિદ મીરને ચીનનું સમર્થન, ડ્રેગને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર થતા બચાવ્યો..!

ચીને મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને FBI દ્વારા જાહેર કરાયેલા મોસ્ટ વોન્ટેડ આતંકવાદી સાજિદ મીર પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી છે,

ભારત-અમેરિકાના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી સાજિદ મીરને ચીનનું સમર્થન, ડ્રેગને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર થતા બચાવ્યો..!
X

ચીને મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને FBI દ્વારા જાહેર કરાયેલા મોસ્ટ વોન્ટેડ આતંકવાદી સાજિદ મીર પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી છે, અને $5 મિલિયનનું ઈનામ રાખ્યું છે. ચીને તેના વીટો પાવર દ્વારા 26/11ના મુંબઈ હુમલાના જવાબદાર આતંકવાદી સાજિદ મીરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવ પર ફરી એકવાર રોક લગાવી દીધી છે.

આતંકવાદી સાજિદ મીર 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈ હુમલા દરમિયાન આતંકીઓને ફોન પર આ સૂચના આપી રહ્યો હતો. ભારતે યુએનમાં સાજિદ મીરની આ ટેપ સંભળાવી. ભારતે યુએન સમક્ષ આ ટેપ સંભળાવવી પડી કારણ કે, મુંબઈ હુમલાનો આરોપી સાજીદ મીર ફરી એકવાર વૈશ્વિક આતંકવાદી જાહેર થવાથી બચી ગયો છે. ચીને ફરી એકવાર પોતાના વીટો પાવર દ્વારા પાકિસ્તાનના આતંકવાદીને બચાવ્યો છે. ગયા વર્ષે પણ ભારતે સાજિદ મીરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના ઘણા પુરાવા આપ્યા હતા. પરંતુ તેમ છતાં તે શક્ય બન્યું ન હતું. આ વખતે પણ ભારતે સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં સાજીદ મીરના આતંકની ટેપ રજૂ કરી હતી, પરંતુ ફરી એકવાર ચીને પાકિસ્તાની આતંકવાદી અને મુંબઈમાં 26/11 હુમલાના માસ્ટર માઈન્ડ સાજીદ મીર પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી છે. ચીને ફરી એકવાર લશ્કર-એ-તૈયબાના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી સાજિદ મીરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવ પર રોક લગાવી દીધી છે. તમને જણાવી દઈએ કે, સાજિદ મીરે 26/11ના મુંબઈ આતંકી હુમલામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મીર લશ્કર-એ-તૈયબાનો મોટો આતંકવાદી છે. ભારત અને અમેરિકા વર્ષોથી તેમની પાછળ છે, જ્યારે પણ સંયુક્ત રાષ્ટ્રમાં તેને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાનો પ્રસ્તાવ આવે છે, ત્યારે ચીન તેને અવરોધે છે. તો આવો જાણીએ આ આતંકવાદી કેટલો ખતરનાક છે, અને તેણે ક્યાં આતંકી ઘટનાઓને અંજામ આપ્યો હતો. સાજિદ મીર લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલો ખતરનાક આતંકવાદી છે. ભારત અને અમેરિકા એક દાયકાથી સાજિદ મીરને શોધી રહ્યા છે. તેણે ડેવિડ કોલમેન હેડલી સાથે મળીને મુંબઈમાં આતંકી હુમલાની યોજના ઘડી હતી. સાજિદ મીર લશ્કરના નેતા હાફિઝ સઈદના નજીકના માનવામાં આવે છે. હાફિઝ સઈદ અને લશ્કર-એ-તૈયબા પર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પહેલેથી જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પાકિસ્તાને અગાઉ દાવો કર્યો હતો કે, મીર મરી ગયો છે. જોકે, ન તો ભારતે તેમની વાત પર વિશ્વાસ કર્યો અને ન તો કોઈ પશ્ચિમી દેશ આ વાત પર વિશ્વાસ કરવા સક્ષમ છે. હુમલામાં તેની ભૂમિકાને કારણે અમેરિકાએ તેના પર 5 મિલિયન ડોલર (લગભગ 41 કરોડ રૂપિયા)નું ઈનામ જાહેર કર્યું હતું. તે અમેરિકન ગુપ્તચર સંસ્થા એફબીઆઈના વોન્ટેડ લિસ્ટમાં છે. જૂનમાં, પાકિસ્તાનની એક આતંકવાદ વિરોધી અદાલતે તેને આતંકવાદી ધિરાણના કેસમાં 15 વર્ષથી વધુની જેલની સજા ફટકારી હતી. સાજિદ મીરને બચાવવાનું કારણ સ્પષ્ટ છે કે, ચીન ઈચ્છે છે કે, પાકિસ્તાનના આતંકવાદીઓ ભારત અને અમેરિકા પર હુમલા કરતા રહે અને તેનો ફાયદો તેને મળે. ચીનના આવા પગલા પાછળ સ્થાનિક ભૂરાજનીતિનો હાથ છે. ચીન ઈચ્છે છે કે, ભારત પાકિસ્તાન સાથે પ્રાદેશિક યુદ્ધમાં જોડાય. ચીનના અમેરિકા સાથેના સંબંધો પણ ખાસ નથી અને પાકિસ્તાની આતંકવાદીઓ હંમેશા અમેરિકાને પણ નિશાન બનાવે છે, તેથી ચીન આ આતંકવાદીઓને આશ્રય આપવાની સાથે પાકિસ્તાનને મદદ પણ કરતું રહે છે. જો કોઈ સભ્ય દેશ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પસાર કરાયેલા કોઈપણ નિર્ણય પર અસંમતિનો પ્રસ્તાવ આપે છે, તો તે નિર્ણય રદ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, 10 વર્ષમાં ચોથી વખત ચીને વીટો પાવરનો ઉપયોગ કરીને મસૂદ અઝહર વિરુદ્ધ પ્રસ્તાવને નકારી કાઢ્યો. યુનાઈટેડ નેશનલ યુનિયનમાં કોઈપણ મુદ્દા પર ત્રણ વખત વીટો કર્યા પછી, તે મુદ્દો નકારી કાઢવામાં આવે છે.

Next Story