રશિયામાં ભૂકંપ બાદ એલર્ટ: જાપાનમાં તબાહી મચાવી શકે છે સુનામી, 9 લાખ લોકોને સ્થળાંતરનો આદેશ

રશિયામાં આવેલા શક્તિશાળી ભૂકંપ પછી, જાપાનમાં સમુદ્રમાં મજબૂત સુનામીના મોજા જોવા મળ્યા છે. યોકોહામામાં સાયરન વાગવા લાગ્યા છે. જાપાને ફુકુશિમા પ્લાન્ટ ખાલી કરાવ્યો છે.

author-image
By Connect Gujarat Desk
New Update
tsunami

રશિયામાં આવેલા ખતરનાક ભૂકંપથી સુનામીનો ખતરો વધી ગયો છે. આને ધ્યાનમાં રાખીને જાપાનમાં સુરક્ષા વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.

 રશિયામાં આવેલા ખતરનાક ભૂકંપથી સુનામીનો ખતરો વધી ગયો છે. આને ધ્યાનમાં રાખીને જાપાનમાં સુરક્ષા વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. રશિયાના દૂર પૂર્વીય પ્રદેશ કૈમચટકામાં વહેલી સવારે ખતરનાક ભૂકંપ નોંધાયો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 8.7 માપવામાં આવી હતી.

ભૂકંપ સમુદ્રની નીચે આવ્યો હતો જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે નુકસાનની આશંકા છે. યુએસ જીઓલોજિકલ સર્વે (USGS) અનુસાર, ભૂકંપ લગભગ 19.3 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો, જેના કારણે સપાટી પર જોરદાર આંચકા અનુભવાયા હતા.

ઓછી ઊંડાઈના ભૂકંપ જમીનની સપાટી પર વધુ અસર કરે છે અને ઘણીવાર સુનામીનું કારણ બને છે. નિષ્ણાતોના મતે, આ વિસ્તાર પહેલાથી જ ટેક્ટોનિક પ્લેટોના અથડામણ માટે સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે.
ભૂકંપના સમાચાર બહાર આવ્યા પછી જાપાન હવામાન એજન્સીએ તાત્કાલિક ચેતવણી જાહેર કરી હતી કે જાપાનના દરિયાકાંઠાના વિસ્તારોમાં 1 મીટર (લગભગ 3.28 ફૂટ) જેટલા ઊંચા મોજા ઉછળી શકે છે.
યુએસ સુનામી ચેતવણી કેન્દ્રએ એમ પણ કહ્યું હતું કે આગામી ત્રણ કલાકમાં રશિયા અને જાપાનના કેટલાક ભાગોમાં ખતરનાક મોજા પહોંચી શકે છે. ફિલિપાઇન્સ, માર્શલ આઇલેન્ડ્સ, પલાઉ જેવા અન્ય પેસિફિક ટાપુઓમાં પણ લહેરો આવવાની અપેક્ષા છે.
જાપાનના વડાપ્રધાન શિગેરુ ઇશિબાને તાત્કાલિક પરિસ્થિતિની જાણ કરવામાં આવી હતી અને તેમણે ઈમરજન્સી બેઠક બોલાવી હતી. સરકારે યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે.
જૂલાઈની શરૂઆતમાં પણ કૈમચટકામાં નજીક સમુદ્રમાં ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા 7.4 હતી. રશિયાના સખાલિન ક્ષેત્રમાં સ્થિત સેવેરો-કુરિલ્સ્ક જેવા નાના શહેરોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર અને સેના લોકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે.
અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ એક કિન્ડરગાર્ટન સ્કૂલને નુકસાન થયું હોવાની પુષ્ટી થઈ છે. પ્રાદેશિક ગવર્નરે તેને દાયકાઓનો સૌથી શક્તિશાળી ભૂકંપ ગણાવ્યો છે અને લોકોને સુરક્ષિત સ્થળોએ જવાની અપીલ કરી છે.
વિસ્તારમાં સતત આંચકાઓથી પરિસ્થિતિ વધુ ભયાનક બની ગઈ છે. નાગરિકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને ફક્ત સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા કહેવામાં આવ્યું છે.

Japan | tsunami alert | Russia | earthquake

Latest Stories