Connect Gujarat
દુનિયા

ડોનાલ્ડ ટ્રમ્પે લોન્ચ કર્યું પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, Truth Social રાખ્યું નામ

આ પછી ટ્રમ્પે પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લાવવાની જાહેરાત કરી હતી. અગાઉ તેમના પુત્રોએ પણ આ એપ અંગે સંકેત આપ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પે લોન્ચ કર્યું પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, Truth Social રાખ્યું નામ
X

ડોનાલ્ડ ટ્રમ્પ પર ગત વર્ષ ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પછી ટ્રમ્પે પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લાવવાની જાહેરાત કરી હતી. અગાઉ તેમના પુત્રોએ પણ આ એપ અંગે સંકેત આપ્યા છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનું એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. આ એપનું નામ ટ્રુથ સોશિયલ છે અને તે એપલના એપ સ્ટોર પર ઉપલબ્ધ છે. આપને જણાવી દઈએ કે અમેરિકામાં iPhoneનો મોટો યુઝરબેઝ છે. વાસ્તવમાં ડોનાલ્ડ ટ્રમ્પ પર ગત વર્ષ ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પછી ટ્રમ્પે પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લાવવાની જાહેરાત કરી હતી.

અગાઉ તેમના પુત્રોએ પણ આ એપ અંગે સંકેત આપ્યા છે. વાસ્તવમાં ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ ટ્રમ્પ પર 6 જાન્યુઆરી 2021ના રોજ ટ્વીટર, ફેસબુક અને યુટ્યુબ પ્લેટફોર્મ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ટ્રમ્પના સમર્થકોએ યુએસ કેપિટોલ પર હુમલો કર્યો અને વિરોધ પ્રદર્શન કર્યા પછી ટ્રમ્પને આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ટ્રમ્પ પર હિંસા ભડકતા મેસેજ પોસ્ટ કરવાનો આરોપ હતો.15 ફેબ્રુઆરીના રોજ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ જુનિયરે માઈક્રોબ્લોગિંગ સાઈટ પર તેના વેરિફાઈડ ટ્વિટર એકાઉન્ટ પરથી તેના પિતા ટ્રમ્પના વેરિફાઇડ @realDonaldTrump Truth સોશિયલ એકાઉન્ટનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો. ભૂતપૂર્વ યુએસ પ્રેસિડેન્ટ ટ્રુથ સોશિયલ એકાઉન્ટના સ્ક્રીનશૉટ્સ શેર કરતા જુનિયર ટ્રમ્પે લખ્યું કે તમારા મનપસંદ રાષ્ટ્રપતિ તમને જલ્દી મળશે.

Next Story