Connect Gujarat
દુનિયા

દુબઈમાં ભારે વરસાદના કારણે આવ્યું પૂર, લોકો નાની નાની બોટ લઈને નીકળ્યા બન્યા મજબૂર....

ભારે વરસાદની સ્થિતિને લઈને આખું દુબઈ જળમગ્ન બન્યું હતું. કેટલાક વિસ્તારોમાં શનિવાર સવારથી જ ભારે વંટોળ અને કડાકા ભડાકા સાથે વરસાદનો માહોલ જોવા મળ્યો હતો.

દુબઈમાં ભારે વરસાદના કારણે આવ્યું પૂર, લોકો નાની નાની બોટ લઈને નીકળ્યા બન્યા મજબૂર....
X

ભારે વરસાદની સ્થિતિને લઈને આખું દુબઈ જળમગ્ન બન્યું હતું. કેટલાક વિસ્તારોમાં શનિવાર સવારથી જ ભારે વંટોળ અને કડાકા ભડાકા સાથે વરસાદનો માહોલ જોવા મળ્યો હતો. ભારે વરસાદના લીધી જનજીવન ખોરવાઈ ગયું હતું. દુબઈના રસ્તા પર વોટરલોગિંગ જેવી સમસ્યા સર્જાણી હતી. રસ્તાઓ પર અનેક ફિટ પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. જળમગ્ન થયેલા રોડ રસ્તાઓ બાદ સ્થાનિક પ્રશાસન તરફથી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાતાવરણની વધુ ખરાબ થવાની સંભાવનાઓને ધ્યાનમાં લેતા સમુદ્રી તટોની નજીક રહેતા લોકોને ઘરમાં જ રહેવાની સૂચના આપવામાં આવી છે. ખરાબ વાતાવરણના કારણે ફ્લાઇટ ઓપરેશન પણ ખોરવાય ગયું છે. ભારે વરસાદ બાદ ખરાબ સ્થિતિને લઈને દુબઈ પોલીસ તરફથી સવારે 6:30 વાગ્યે લોકોને એક એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લોકોને સમુદ્રીતટો અને દરિયાકિનારાના વિસ્તારોથી દૂર રહેવાનુ જણાવવામાં આવ્યું છે. સાથે જ વાહન ચાલકોને પણ વધુ સાવધાની સખવાની સલાહ આપવામાં આવી છે. ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં લેતા UAE ના રાષ્ટ્રીય હવામાન વિજ્ઞાન તરફથી યેલો અને ઓરેંજ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પૂરની સ્થિતિ દર્શાવતા અનેક વિડીયો સોશીયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે. એક વિડિયોમાં દેખાય રહ્યું છે કે પાણી એટલી હદે ભરાઈ ગયું છે કે લોકો નાની નાની બોટમાં સવાર થઈને જતાં જોવા મળ્યા હતા.

Next Story