Connect Gujarat
દુનિયા

ચીનમાં અનુભવાયા 5.8ની તીવ્રતાના ભૂકંપના આંચકા, લોકોમાં જોવા મળ્યો ભયનો માહોલ....

ઉત્તર ભારતમાં ભૂકંપ બાદ ચીનમાં રવિવારે વહેલી સવારે ભૂકંપના આંચકા આવ્યા હતા, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભય વ્યાપી ગયો હતો.

ચીનમાં અનુભવાયા 5.8ની તીવ્રતાના ભૂકંપના આંચકા, લોકોમાં જોવા મળ્યો ભયનો માહોલ....
X

ઉત્તર ભારતમાં ભૂકંપ બાદ ચીનમાં રવિવારે વહેલી સવારે ભૂકંપના આંચકા આવ્યા હતા, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભય વ્યાપી ગયો હતો. અગાઉ અફઘાનિસ્તાનમાં શનિવારે મોડી રાતે ભૂકંપ આવતા દિલ્હી NCRમાં પણ તેની અસર અનુભવાઈ હતી. દિલ્હી NCRમાં ભૂકંપના પ્રચંડ આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.8 માપવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના હિંદુકુશમાં છે. આ આંચકા રાત્રે 9-35 કલાકે નોંધાયા છે. આ ભૂકંપના આંચકા ભારત સહિત અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના ઘણા ભાગોમાં અનુભવાયા છે.ઉત્તર ભારતમાં ભૂકંપ બાદ, ચાઇના અર્થક્વેક નેટવર્ક્સ સેન્ટર (CENC)ના જણાવ્યા અનુસાર, રવિવારે સવારે 2:33 વાગ્યે પૂર્વ ચીનના શેનડોંગ પ્રાંતના ડેઝોઉ શહેરમાં 5.5-તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. CENCએ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર 37.16 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 116.34 ડિગ્રી પૂર્વ રેખાંશ પર 10 કિમીની ઊંડાઈ સાથે મોનિટર કરવામાં આવ્યું હતું.

Next Story