ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં અનુભવાયા ભૂકંપના આંચકા, રિકટલ સ્કેલ પર 4.5ની તીવ્રતા નોંધાઈ...

ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે,

ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં અનુભવાયા ભૂકંપના આંચકા, રિકટલ સ્કેલ પર 4.5ની તીવ્રતા નોંધાઈ...
New Update

ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે, આજે વહેલી સવારે ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં ભૂંકપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર રિકટલ સ્કેલ પર 4.5ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે. આ પહેલા સોમવારે પણ અહીં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા 4.3ની નોંધાઈ હતી. હાલ ભૂકંપને કારણે કોઈ જાનમાલ કે નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. આ અગાઉ છ દિવસ પહેલા જ નેપાળ-ભારતના સરહદી વિસ્તાર તેમજ બિહારના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3ની માપવામાં આવી હતી. જો કે ભૂકંપમાં કોઈ મોટી જાનહાનિ કે કોઈ નુકસાનના અહેવાલ ન હતા. બિહારના પટનાના ગાર્ડનીબાગ વિસ્તારમાં લોકો પોતાના ઘરની બહાર દોડી ગયા હતા, ભૂકંપના આંચકાથી લોકોમાં ભાઇનો માહોલ જોવા મળ્યો હતો. લોકોના કહેવા પ્રમાણે ભૂકંપના આંચકા ત્રણથી ચાર સેકેન્ડ સુધી અનુભવાયા હતા. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્ર નેપાળના કાંઠમંડુથી નજીક નોંધાયું હતું. 

#CGNews #World #earthquake #Myanmar #Earthquake tremors #Richtal scale
Here are a few more articles:
Read the Next Article