ત્રણ દેશોમાં ભૂકંપના આંચકાથી ફફડાટ,તિબેટમાં 53 લોકોના મોત થયા હોવાનું અનુમાન

નેપાળમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 રહી હતી.જયારે ભારતમાં પણ દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ અને સિક્કિમમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા

New Update
Nepal Earth Quake
Advertisment

ભારત અને નેપાળ સહિત ત્રણ દેશોમાં મંગળવારે  તારીખ 7મી જાન્યુઆરી વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેપાળમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 રહી હતી.જયારે ભારતમાં પણ દિલ્હીઉત્તર પ્રદેશબિહારબંગાળ અને સિક્કિમમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તિબેટમાં શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેમાં 53 લોકોના મૃત્યુ નીપજ્યા હોવાની સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઇ રહી છે. જ્યારે 62થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા.

Advertisment

ભૂકંપ સવારે લગભગ 6.52 કલાકે આવ્યો હતો. નેપાળના કાઠમંડુધાડિંગસિંધુપાલચોકકાવરેમકવાનપુર અને અન્ય ઘણા જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉત્તર ભારતના ઘણા શહેરોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતાજો કેભારતમાંથી હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

Latest Stories