Connect Gujarat
દુનિયા

PM મોદીના ફેન બની ગયા Elon Musk, કહ્યું, ભારતમાં રોકાણની તકો શોધી રહ્યો છું...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના ત્રણ દિવસના રાજકીય પ્રવાસે છે. PM મોદી મંગળવારે મોડી રાત્રે અમેરિકા પહોંચ્યા હતા.

PM મોદીના ફેન બની ગયા Elon Musk, કહ્યું, ભારતમાં રોકાણની તકો શોધી રહ્યો છું...
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના ત્રણ દિવસના રાજકીય પ્રવાસે છે. PM મોદી મંગળવારે મોડી રાત્રે અમેરિકા પહોંચ્યા હતા. PM નરેન્દ્ર મોદીના સ્વાગત માટે ભારતીય મૂળના લોકો પણ હાજર રહ્યા હતા. આ તકે એરપોર્ટની બહાર 'મોદી મોદી'ના નારા ગુંજ્યા હતા. ગઈકાલે જ ટ્વિટરના CEO એલન મસ્ક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા ન્યૂયોર્ક પેલેસ હોટલ ખાતે પહોંચ્યા હતા. આ દરમિયાન એલન મસ્કે ભારત આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેઓ આવતા વર્ષે ભારતના પ્રવાસે આવશે.

એલન મસ્કે પોતાને પીએમ મોદીના ફેન ગણાવતા કહ્યું હતું કે, 'હું ભારતના ભવિષ્યને લઈને ખૂબ જ ઉત્સાહિત છું. મને લાગે છે કે વિશ્વના કોઈપણ દેશ કરતાં ભારતમાં વધુ સંભાવનાઓ છે. હું કહી શકું છું કે પીએમ મોદી ભારત માટે યોગ્ય નિર્ણયો લેવા માંગે છે. નવી કંપનીઓ અંગે તેમનો અભિગમ ખૂબ જ ઉદાર છે. તેઓ પોતાના દેશમાં નવી કંપનીઓનું દિલ ખોલીને સ્વાગત કરવા માંગે છે. હું PM મોદીનો ફેન છું. 'પીએમ મોદી સાથેની મુલાકાત અંગે જણાવતા એલન મસ્કે કહ્યું હતું કે, 'આ વાતચીત શાનદાર રહી છે. તે એક અદભૂત વાતચીત હતી. હું આવતા વર્ષે ભારત જવાનું વિચારી રહ્યો છું.'

પીએમ મોદી સાથેની મુલાકાત વિશે એલન મસ્કે કહ્યું હતું કે, પીએમ મોદી તેમના દેશની ખૂબ કાળજી રાખે છે. એટલા માટે તેઓ ભારતમાં રોકાણ કરવા માટે ખૂબ જ એક્ટિવ છે. અમે ભારતમાં રોકાણની તકો પણ શોધી રહ્યા છીએ. અમે ફક્ત યોગ્ય સમયની રાહ જોઇ રહ્યા છીએ. હું બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સેવા સ્ટારલિંકને ભારત લઈ જવા માંગું છે. તેનાથી ગ્રામીણ વિસ્તારના લોકોને મદદ મળશે, જેમની પાસે ઈન્ટરનેટની પહોંચ નથી. મસ્કે પીએમ મોદીના વખાણ કરતા કહ્યું કે, 'હું ભારતના ભવિષ્યને લઈને ખૂબ જ ઉત્સાહિત છું. પીએમ મોદી તેમના દેશને ખૂબ પ્રેમ અને કાળજી રાખે છે. એટલા માટે તેઓ અમને ભારતમાં રોકાણ કરવા પ્રેરણા આપે છે.'

Next Story