Connect Gujarat
દુનિયા

અમેરિકાના રાષ્ટ્રપતિને મારી નાખવાની ધમકી આપનારને FBIએ એન્કાઉન્ટરમાં ઠાળી દીધો….

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનને મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિ FBI દ્વારા એન્કાઉન્ટરમાં માર્યો ગયો.

અમેરિકાના રાષ્ટ્રપતિને મારી નાખવાની ધમકી આપનારને FBIએ એન્કાઉન્ટરમાં ઠાળી દીધો….
X

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનને મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિ FBI દ્વારા એન્કાઉન્ટરમાં માર્યો ગયો. અમેરિકાની ડોમેસ્ટિક ઈન્ટેલિજન્સ એજન્સી FBIએ આ એન્કાઉન્ટર ત્યારે કર્યું છે જ્યારે રાષ્ટ્રપતિ આગામી વર્ષની ચૂંટણીના પ્રચાર માટે અમેરિકી રાજ્ય ઉટાહ જવાના હતા. સપ્ટેમ્બર 2022માં ઉટાહના જ એક વ્યક્તિએ રોબર્ટસને બાઈડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને મારી નાખવાની ધમકી આપી. FBIના જણાવ્યા અનુસાર, તેમના અધિકારીઓએ બુધવારે રોબર્ટસન પર સૉલ્ટ લેક સિટી, ઉટાહમાં તેના ઘરે સર્ચ વોરંટ અને ધરપકડ વોરંટ બજાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે પોલીસ ત્યાં પહોંચી તો તે હથિયારોથી સજ્જ થઈ ગયો અને ફાયરિંગ શરૂ કરી દીધું. આ પછી FBIએ પણ જવાબી કાર્યવાહી કરી જેમાં રોબર્ટસન માર્યો ગયો. અમેરિકાના સમય અનુસાર બુધવારે સવારે 6.15 વાગ્યે એન્કાઉન્ટર થયું હતું. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, FBIએ રાષ્ટ્રપતિ જો બાઈડેનને પણ રોબર્ટસનના એન્કાઉન્ટર અંગે માહિતી આપી છે. જ્યારે રોબર્ટસનની પુત્રીને આ મામલે પૂછપરછ કરવામાં આવી તો તેણે કંઈપણ કહેવાનો ઈન્કાર કરી દીધો. FBIએ અહેવાલ આપ્યો છે કે રોબર્ટસન પાસે ઘણા ખતરનાક હથિયારો હતા. જેમાં અનેક પ્રકારની સ્નાઈપર રાઈફલ્સનો સમાવેશ થાય છે.

Next Story