New Update
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તારીખ 21 મી ઓગષ્ટ બુધવારના રોજ સવારે પોલેન્ડની બે દિવસીય મુલાકાતે રવાના થયા છે, ત્યાર બાદ વડાપ્રધાન મોદી યુક્રેનની ટૂંકી મુલાકાત લેશે.કહેવાય છે કે પૂર્વ વડાપ્રધાન સ્વ.મોરારજી દેસાઈ બાદ એટલે કે 45 વર્ષ પછી ભારતીય વડાપ્રધાન પોલેન્ડની મુલાકાત કરી રહ્યા છે.
ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વડાપ્રધાન મોદી 21-23 ઓગસ્ટ સુધી પોલેન્ડની સત્તાવાર મુલાકાતે હશે, ત્યાર બાદ પીએમ મોદી 23 ઓગસ્ટે યુક્રેન જવા રવાના થશે. આ પહેલા વડાપ્રધાન મોદી 8 અને 9 જુલાઈના રોજ પણ રશિયા ગયા હતા, ત્યારે યુક્રેને સખત વાંધો ઉઠાવ્યો હતો. ત્યારે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી મુલાકાત પર વિશ્વની નજર રહેશે.
પહેલા પોલેન્ડની રાજધાની વોર્સોમાં વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવામાં આવશે. ત્યારપછી તેઓ પોલેન્ડના રાષ્ટ્રપતિ એન્ડ્રેજ સેબેસ્ટિયન ડુડાને મળશે અને ત્યારબાદ વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક સાથે દ્વિપક્ષીય વાટાઘાટોમાં હાજરી આપશે.
પોલેન્ડ પ્રવાસ બાદ વડાપ્રધાન મોદી 23 ઓગસ્ટના રોજ યુક્રેન જશે, તેઓ પોલેન્ડ થી ટ્રેન મારફતે યુક્રેન જશે. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે તેમની આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વડાપ્રધાન મોદીને યુક્રેન આવવાનું આમંત્રણ આપ્યું હતું.
Latest Stories