આજથી વિશ્વ ભારતની સમુદ્ર શક્તિ જોશે,જાપાનમાં માલાબાર એક્સરસાઇઝ 2022 શરૂ

આજથી જપાનમાં માલાબાર એક્સરસાઇઝ 2022 શરૂ થવા જઈ રહી છે. સમુદ્રમાં ચીનની આક્રમકતા સામે ક્વોડ ચાર દેશ યુદ્ધાભ્યાસ કરશે.

New Update
આજથી વિશ્વ ભારતની સમુદ્ર શક્તિ જોશે,જાપાનમાં માલાબાર એક્સરસાઇઝ 2022 શરૂ

આજથી જપાનમાં માલાબાર એક્સરસાઇઝ 2022 શરૂ થવા જઈ રહી છે. સમુદ્રમાં ચીનની આક્રમકતા સામે ક્વોડ ચાર દેશ યુદ્ધાભ્યાસ કરશે. જેમાં ભારત, અમેરિકા, જા પાનઅને ઓસ્ટ્રેલિયાની નૌકાદળ સામેલ થશે. માલાબાર એક્સરસાઇઝ 8 નવેમ્બરથી એટલે કે આજથી જપાનના યોકોસુકા બંદર પાસે આવેલ દરિયામાં 18 નવેમ્બર સુધી આયોજિત કરવામાં આવી છે.માલાબાર એક્સરસાઇઝ ને 30 વર્ષ પૂરા થયા છે.

Advertisment

વર્ષ 1992માં ભારત અને અમેરિકા વચ્ચે શરૂ થયેલ આ માલાબાર એક્સરસાઇઝ માં આગળ જતાં જાપાન અને વર્ષ 2020થી ઓસ્ટ્રેલિયાની નૌસેના એ પણ ભાગ લેવાનું શરૂ કર્યું હતું. આ વખતે માલાબાર એક્સરસાઇઝ માં ભારત તરફથી INS શિવાલિક અને INS કામોર્ત ઉપરાંત P-8I એરક્રાફ્ટ પણ ભાગ લેશે. બીજીબાજુ ચીન ને આ યુદ્ધાભ્યાસ જરા પણ પસંદ નથી. જાપાન અને ઓસ્ટ્રેલિયા આ એક્સરસાઇઝમાં જોડાયા બાદ ચીન હંમેશા નાખુશ રહ્યું છે. ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ એકબીજાના હિતોની રક્ષા કરવા માટે આ ક્વોડ સંગઠનની રચના કરી છે. જો કે આ જ કારણ છે કે આ વર્ષે યોજાનારી માલાબાર એક્સરસાઇઝ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉપરાંત ખાસ જાણવાનું રહ્યું કે આ એક્સરસાઇઝ ના ઉદ્ઘાટન સમારોહમાં ચાર દેશોના નૌકા દળના પ્રમુખ ત્યાં હાજર રહેશે. 

Advertisment