પાકિસ્તાનમાં મોલ, રેસ્ટોરન્ટ અને બજારો વહેલા બંધ કરવા સરકારનો આદેશ,વાંચો શું છે કારણ

રોકડની તંગી અને વિદેશી મુદ્રા ભંડાર અભાવનો સામનો કરી રહેલા પાકિસ્તાને મંગળવારે ઊર્જા સંરક્ષણ યોજના હેઠળ વિવિધ પગલાંની જાહેરાત કરી હતી.

પાકિસ્તાનમાં મોલ, રેસ્ટોરન્ટ અને બજારો વહેલા બંધ કરવા સરકારનો આદેશ,વાંચો શું છે કારણ
New Update

રોકડની તંગી અને વિદેશી મુદ્રા ભંડાર અભાવનો સામનો કરી રહેલા પાકિસ્તાને મંગળવારે ઊર્જા સંરક્ષણ યોજના હેઠળ વિવિધ પગલાંની જાહેરાત કરી હતી. આ અંતર્ગત બજારો, રેસ્ટોરન્ટ અને મેરેજ હોલ બંધ કરવા અને સરકારી કર્મચારીઓને ઘરેથી કામ કરવા સૂચના આપવામાં આવી છે.પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કેબિનેટની બેઠક પછી મીડિયાને જણાવ્યું હતું કે બજારો રાત્રે 8.30 વાગ્યે બંધ થઈ જશે, જ્યારે લગ્ન હોલ રાત્રે 10.00 વાગ્યે બંધ થઈ જશે. તેમણે કહ્યું કે આનાથી 60 અબજ રૂપિયાની બચત થશે. પાકિસ્તાન સરકાર આ પ્રયાસોથી અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવાના પ્રયાસ કરી રહી છે.વિવિધ પગલાંની જાહેરાત કરતા આસિફે જણાવ્યું હતું કે પરંપરાગત બલ્બનું ઉત્પાદન 1 ફેબ્રુઆરીથી બંધ કરવામાં આવશે, જ્યારે વીજળીનો વધુ વપરાશ કરતા પંખાનું ઉત્પાદન જુલાઈથી બંધ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ પગલાંથી 22 અબજ રૂપિયાની બચત કરવામાં મદદ મળશે. આયાતી તેલ પર નિર્ભરતા ઘટાડવા માટે આ વર્ષના અંત સુધીમાં ઈલેક્ટ્રીક મોટરસાઈકલ રજૂ કરવામાં આવશે, એમ તેમણે ઉમેર્યું હતું.આસિફે કહ્યું કે આ યોજના હેઠળ તમામ સરકારી ઇમારતો અને ઓફિસમાં વીજળીનો વપરાશ પણ ઓછો કરવામાં આવશે અને 10 દિવસમાં વર્ક ફ્રોમ હોમ પોલિસી પણ તૈયાર કરવામાં આવશે. આજે કેબિનેટની બેઠકમાં કોઈ લાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. આ બેઠક દિવસના પ્રકાશમાં યોજાઈ હતી. તેમણે કહ્યું કે દેશ માટે આ એક ઉદાહરણ છે

#Connect Gujarat #BeyondJustNews #Pakistan #government #restaurants #markets #Order #close malls
Here are a few more articles:
Read the Next Article