અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓની વતન વાપસી,પોલીસ સુરક્ષા સાથે ઘરે પહોંચ્યા

અમેરિકામાં 104 ભારતીય ગેરકાયદે વસાહતીને લઈને અમેરિકાનું સી-17 પ્લેન ભારતના અમૃતસર એરપોર્ટ પર બપોરે બે વાગે ઉતર્યું હતું.

New Update
a

અમેરિકામાં 104 ભારતીય ગેરકાયદે વસાહતીને લઈને અમેરિકાનું સી-17 પ્લેન ભારતના અમૃતસર એરપોર્ટ પર બપોરે બે વાગે ઉતર્યું હતું.

Advertisment

અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટા સામૂહિક ડિપોર્ટેશન કાર્યક્રમમાં ભારત પરત મોકલેલા 104 ભારતીયોમાં ગુજરાતના 37 અને હરિયાણાના 33, પંજાબના 30 ઉપરાંત મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશના  નાગરિકોનો સમાવેશ થતો હતો. હવે ગુજરાતના 37 લોકોને લઈને એક વિમાન અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું.

37 જેટલા ગુજરાતીમાં ગાંધીનગરના 17, મહેસાણાના 10, સુરતના 3, અમદાવાદના 2, આણંદના 1,સિદ્ધપુર પાટણના 1, ભરૂચનાં 1, વડોદરાના 1 અને બનાસકાંઠાના 1 વ્યક્તિનો સમાવેશ થાય છે.

ગુજરાતના તમામ લોકોને લઈને અમૃતસરથી વિમાન દિલ્હી થઈને અમદાવાદ પહોંચ્યું હતું. આ તમામ લોકોની ઓળખની કાર્યવાહી પૂર્ણ કરી લેવામાં આવી છે અને હવે તેમને ઘરે વતન પહોંચાડવામાં આવ્યા  છે. પોલીસના વાહનોમાં આ તમામ લોકો અમદાવાદ એરપોર્ટથી તેમના વતન રવાના કરવામાં આવ્યા છે. એરપોર્ટ પર આઈબીસીઆઈડી અને સ્થાનિક પોલીસનો કાફલો પણ ખડકી દેવાયો હતો. 

 

 

Advertisment
Latest Stories