Connect Gujarat
દુનિયા

દક્ષિણ આફ્રિકામાં બંદૂકધારીઓએ મચાવ્યો આતંક, પાર્ટી કરી રહેલા લોકો પર કર્યો ગોળીબાર, આઠના મોત

દક્ષિણ આફ્રિકાના એક શહેરમાં જન્મદિવસની ઉજવણી કરી રહેલા લોકોના પર બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં આઠ લોકોના મોત થયા છે.

દક્ષિણ આફ્રિકામાં બંદૂકધારીઓએ મચાવ્યો આતંક, પાર્ટી કરી રહેલા લોકો પર કર્યો ગોળીબાર, આઠના મોત
X

દક્ષિણ આફ્રિકાના એક શહેરમાં જન્મદિવસની ઉજવણી કરી રહેલા લોકોના પર બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં આઠ લોકોના મોત થયા છે. જ્યારે અન્ય ત્રણ ઘાયલ થયા હતા. પોલીસે સોમવારે આ માહિતી આપી હતી. આ હુમલામાં જન્મદિવસની ઉજવણી કરી રહેલા વ્યક્તિનું પણ મોત થયું હતું. દક્ષિણ બંદરીય શહેર ગેકેબેરામાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી.

પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ઘરના માલિક તેના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા જ્યારે રવિવારે સાંજે બે અજાણ્યા બંદૂકધારીઓ યાર્ડમાં પ્રવેશ્યા અને મહેમાનો પર ગોળીબાર કરવાનું શરૂ કર્યું, પોલીસે વધુમાં કહ્યું, "બંદૂકધારીઓએ મહેમાનો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. આ હુમલામાં 8 લોકોના મોત થયા છે જ્યારે ત્રણ ગંભીર રીતે ઘાયલ છે." જો કે હુમલા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઈસ્ટર્ન કેપ પ્રાંતના પ્રાંતીય પોલીસ વડા નોમથેલી મેનેએ આ હત્યાની નિંદા કરી અને ઘટનાને અંજામ આપનારા બે આરોપીઓ પ્રત્યે ગુસ્સો વ્યક્ત કર્યો હતો. હુમલાની તપાસ શરૂ કરવામાં આવી છે અને પોલીસે કહ્યું કે ગુનેગારોની શોધ કરવામાં આવી રહી છે. દક્ષિણ આફ્રિકામાં ગોળીબાર સામાન્ય છે, જે ગેંગ હિંસા અને મદ્યપાનને કારણે વિશ્વમાં સૌથી વધુ હત્યા દર ધરાવે છે.

Next Story