Connect Gujarat
દુનિયા

અમેરિકામાં રાહુલ ગાંધીએ કહ્યું- મુસ્લિમ લીગ સેક્યુલર પાર્ટી,2024ની ચૂંટણી બધાને ચોંકાવી દેશે

રાહુલ ગાંધી આ દિવસોમાં અમેરિકાના 6 દિવસના પ્રવાસે છે. ગુરુવારે, તેમણે વોશિંગ્ટન ડીસીમાં નેશનલ પ્રેસ ક્લબમાં મીડિયાના પ્રશ્નોના જવાબ આપ્યા હતા.

અમેરિકામાં રાહુલ ગાંધીએ કહ્યું- મુસ્લિમ લીગ સેક્યુલર પાર્ટી,2024ની ચૂંટણી બધાને ચોંકાવી દેશે
X

રાહુલ ગાંધી આ દિવસોમાં અમેરિકાના 6 દિવસના પ્રવાસે છે. ગુરુવારે, તેમણે વોશિંગ્ટન ડીસીમાં નેશનલ પ્રેસ ક્લબમાં મીડિયાના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આ દરમિયાન, કેરળમાં મુસ્લિમ લીગ સાથે ગઠબંધન અંગે કોંગ્રેસનેતાએ કહ્યું- મુસ્લિમ લીગ સંપૂર્ણપણે સેક્યુલર પાર્ટી છે. વિપક્ષ એકજૂથ થઈ રહ્યો છે. અમે તમામ વિરોધ પક્ષો સાથે વાત કરી રહ્યા છીએ. આ બાબતે ઘણું સારું કામ ચાલી રહ્યું છે.રાહુલે કહ્યું- એવી ઘણી જગ્યાઓ છે જ્યાં અમે વિપક્ષ સાથે મુકાબલો કરી રહ્યા છીએ. આવી સ્થિતિમાં, અમારે ઘણા મુદ્દાઓ પર એક અભિપ્રાય બનાવવો પડશે, પરંતુ મને ખાતરી છે કે અમે ચૂંટણીમાં ચોક્કસપણે સાથે આવીશું. સંસદસભ્યપદ ગુમાવવાના સવાલ પર તેમણે કહ્યું- મને 1947 પછી માનહાનિના કેસમાં સૌથી મોટી સજા મળી છે. મેં અદાણી વિશે સંસદમાં ભાષણ આપ્યું હતું, જેના કારણે મને ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો. મુસ્લિમ લીગને લઈને રાહુલના નિવેદન પર ભાજપે પલટવાર કર્યો છે. ભાજપના નેતા અમિત માલવિયાએ કહ્યું- ઝીન્નાની મુસ્લિમ લીગ પાર્ટી ધાર્મિક આધાર પર ભારતના ભાગલા માટે જવાબદાર હતી. રાહુલના મતે આ પાર્ટી સેક્યુલર પાર્ટી છે. વાયનાડમાં પોતાની સ્વીકાર્યતા જાળવી રાખવા માટે આવું કહેવું તેમની મજબૂરી છે.

Next Story