ઈન્ડોનેશિયા : જકાર્તામાં ઓઈલ સ્ટોરેજ ડેપોમાં લાગી ભીષણ આગ, 17ના મોત

ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં શુક્રવારે રાત્રે એક ઓઈલ સ્ટોરેજ ડેપોમાં લાગેલી ભીષણ આગમાં 17 લોકોના મોત થયા છે.

New Update
ઈન્ડોનેશિયા : જકાર્તામાં ઓઈલ સ્ટોરેજ ડેપોમાં લાગી ભીષણ આગ, 17ના મોત

ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં શુક્રવારે રાત્રે એક ઓઈલ સ્ટોરેજ ડેપોમાં લાગેલી ભીષણ આગમાં 17 લોકોના મોત થયા છે. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. ઓઈલ સ્ટોરેજ ડેપો સરકારી કંપનીનો છે.

અહેવાલ મુજબ, ઉત્તર જકાર્તામાં રાજ્ય ઉર્જા કંપની પેર્ટામિનાના તેલ ડેપોમાં ભારે આગ ફાટી નીકળ્યા પછી આસપાસના લોકો ભયનો માહોલ છવાયો હતો. વહીવટીતંત્રે નજીકના રહેણાંક વિસ્તારોને ખાલી કરાવ્યા હતા. ઉત્તર જકાર્તાના ફાયર વિભાગે જણાવ્યું હતું કે આગમાં બે બાળકો સહિત 17 લોકોના મોત થયા છે. જ્યારે 50 લોકો ઘાયલ થયા છે. ફાયર વિભાગના વડાએ મીડિયાને જણાવ્યું કે આગમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આગ સ્થાનિક સમય મુજબ રાત્રે 8 વાગ્યે શરૂ થઈ હતી. હાલ આગ લાગવાનું કારણ સ્પષ્ટ થયું નથી. ઈન્ડોનેશિયાના આર્મી ચીફ ડુડુંગ અબ્દુરચમાને મીડિયાને જણાવ્યું હતું કે આગ ફાટી નીકળ્યાના કેટલાક કલાકો બાદ તેને કાબૂમાં લેવામાં આવી હતી. તેમણે કહ્યું કે આગ બુઝાવી દેવામાં આવી છે. સેના પ્રમુખે કહ્યું કે તેઓ કારણની તપાસ કરી રહ્યા છે.

Latest Stories