દક્ષિણ અમેરિકાની પશ્ચિમ ધાર પર આવેલ એન્ડીસ પૃથ્વી પરની સૌથી લાંબી પર્વતમાળાના રસપ્રદ તથ્યો!

દક્ષિણ અમેરિકાની પશ્ચિમ ધાર પર આવેલ એન્ડીસ પૃથ્વી પરની સાયથી લાંબી પર્વતમાળા છે,જે 7000 કિલોમીટર સુધીની લંબાઈ ધરાવે છે

a
New Update

દક્ષિણ અમેરિકાની પશ્ચિમ ધાર પર આવેલ એન્ડીસ પૃથ્વી પરની સાયથી લાંબી પર્વતમાળા છે,જે 7000 કિલોમીટર સુધીની લંબાઈ ધરાવે છે,તો 200 કિલોમીટર ની તેની પહોળાઈ છે.

એન્ડીસ પર્વતમાળા દક્ષિણ અમેરિકાના સમગ્ર પશ્ચિમ કિનારેવેનેઝુએલાથી લઈને ખંડના દક્ષિણ છેડા સુધી વિસ્તરે છે.આ પર્વતમાળા ઘણા દેશોમાં ફેલાયેલી છે.એન્ડીસ તેની પ્રાકૃતિક સુંદરતા અને ઘણા પ્રખ્યાત સ્થળો માટે જાણીતું છે.પર્વતમાળાના રસપ્રદ તથ્યો છે કે આ પર્વતમાળા દક્ષિણમાં પેટાગોનિયાથી ઉત્તરમાં વેનેઝુએલા સુધી 4000 માઈલ (2437 કિલોમીટર) સુધી વિસ્તરેલી છેજેમાંથી ઘણા શિખરો 4 માઈલ કરતા વધુ ઉંચા છે.

એન્ડીઝ પર્વતો એશિયાની બહારની સૌથી ઉંચી પર્વતમાળા છે. માઉન્ટ એકોંકાગુઆ એ એન્ડીસ અને દક્ષિણ અમેરિકાનું સૌથી ઉંચુ શિખર છેજે દરિયાની સપાટીથી આશરે 22,841 ફીટ છે. અન્ય શિખરોમાં માઉન્ટ હુઆસ્કરન (22,205 ફૂટ ઉંચો) અને માઉન્ટ ટુપુંગાટો (21,555 ફૂટ ઉંચો)નો સમાવેશ થાય છે.

એન્ડીઝ પર્વતમાળા વેનેઝુએલાકોલંબિયાએક્વાડોરપેરુબોલિવિયાચિલી અને આર્જેન્ટિના સહિત 7 દેશોમાં વિસ્તરેલી છે.પર્વતમાળા ઉત્તરીય એન્ડીસ (એક્વાડોરકોલંબિયાવેનેઝુએલાકેરેબિયન ક્ષેત્ર)મધ્ય એન્ડીસ (પેરુ અને બોલિવિયા ક્ષેત્ર) અને દક્ષિણ એન્ડીસ (ચીલીઆર્જેન્ટિના ક્ષેત્ર)માં વહેંચાયેલી છે. એન્ડીઝ પર્વતમાળા ઉત્તરમાં પશ્ચિમ વેનેઝુએલા થી શરૂ થાય છે અને દક્ષિણમાં પેટાગોનિયા પ્રદેશમાં સમાપ્ત થાય છે.

એન્ડીઝ પર્વતમાળામાં ઘણા પ્રખ્યાત સ્થળો છે. વિશ્વના સૌથી મોટા મીઠાના સપાટ સલાર ડી યુયુનીપુરાતત્વીય અજાયબી પ્રાચીન ઈંકન શહેરોપેરુની પવિત્ર ખીણોવિશ્વનું સૌથી ઉંચુ નાવિગ્ય સરોવર ટીટીકાકા અને એશિયાની બહાર સૌથી ઉંચુ એકોનકાગુઆન શિખર જેવા ઘણા પ્રખ્યાત સ્થળો આ પર્વતમાળાઓમાં સ્થિત છે.આ ઉપરાંતઆ પર્વતમાળાઓમાં ઘણા દુર્લભ પ્રાણીઓ અને છોડ જોવા મળે છે.

 

#CGNews #travel #South America #Earth #Andes Mountain #mountain range
Here are a few more articles:
Read the Next Article