હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. ઈરાનના અધિકારીઓએ પોતે આ દાવો કર્યો જ્યારે ત્યાંની સેનાને ક્રેશ થયેલા હેલિકોપ્ટરનો કાટમાળ મળ્યો. રવિવારે, ઇબ્રાહિમ રાયસી અને ઘણા ઈરાની અધિકારીઓને લઈ જતું હેલિકોપ્ટર ગ્રામીણ વિસ્તારમાં ક્રેશ થયું હતું. હેલિકોપ્ટરનો કાટમાળ મળ્યા બાદ ઈરાનના રાષ્ટ્રપતિ રાઈસીનું મૃત્યુ થયું હોવાનું કહેવાય છે.
હકીકતમાં, રવિવારે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી અને તેમના વિદેશ મંત્રી પર્વતીય વિસ્તારોમાં અને બરફીલા હવામાનમાં હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર બન્યા હતા. સર્ચ ટીમોએ કાટમાળ શોધી કાઢ્યા પછી ઈરાનના એક અધિકારીએ આશંકા વ્યક્ત કરી હતી કે તેમનું નિધન થયું છે
ઈરાની મીડિયા દ્વારા ક્રેશ થયેલા હેલિકોપ્ટરનો વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં હેલિકોપ્ટરના ટુકડા થઈ ગયેલા જોવા મળે છે અને ચારેબાજુ કાટમાળ પડ્યો છે.
Footage shows the crash site of the presidential copter in northwest of Iran pic.twitter.com/FaxgrFLn0a
— Press TV 🔻 (@PressTV) May 20, 2024
પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
વડાપ્રધાન મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. મોદીએ કહ્યું કે ભારત હંમેશાની જેમ આ દુખની ઘડીમાં ઈરાનની સાથે છે.