ઈરાનના હુમલાના  24 દિવસ બાદ ઇઝરાયેલની જવાબી કાર્યવાહી, સવારથી જ હવાઈ હુમલા ચાલુ કર્યા

ઈરાનના હુમલાના જવાબમાં ઈઝરાયલે 24 દિવસ બાદ જવાબી કાર્યવાહી કરી છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયલના અહેવાલ મુજબ ઈરાને શનિવારે સવારે ઈઝરાયલ પર અનેક હવાઈ હુમલા કર્યા

New Update
iran

ઈરાનના હુમલાના જવાબમાં ઈઝરાયલે 24 દિવસ બાદ જવાબી કાર્યવાહી કરી છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયલના અહેવાલ મુજબ ઈરાને શનિવારે સવારે ઈઝરાયલ પર અનેક હવાઈ હુમલા કર્યા હતા. ઈઝરાયલે પણ સીરિયા પર હવાઈ હુમલા કર્યા છે. હુમલા બાદ ઈઝરાયલ, ઈરાન અને ઈરાકે પોતાની એરસ્પેસ બંધ કરી દીધા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈઝરાયલે ઈરાનની રાજધાની તેહરાન અને કારજ પર હુમલો કર્યો છે. ફોક્સ ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે ઈરાન પર હવાઈ હુમલાના થોડા સમય પહેલા ઈઝરાયલે વ્હાઈટ હાઉસને જાણ કરી હતી.ઇઝરાયલ ડિફેન્સ ફોર્સીસ (IDF)ના પ્રવક્તા ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે 1 ઓક્ટોબરના હુમલાના જવાબમાં ઇઝરાયલની સૈન્ય ઈરાની સૈન્ય લક્ષ્યો પર ચોક્કસ હુમલા કરી રહી છે. ઈરાન અને આ ક્ષેત્રમાં તેના સહયોગી દેશો 7 ઓક્ટોબર 2023થી ઈઝરાયલ પર 7 મોરચે હુમલો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ઈઝરાયલને પણ જવાબ આપવાનો અધિકાર છે. અમે ઇઝરાયલ અને અમારા લોકોના રક્ષણ માટે જે જરૂરી હશે તે કરીશું.ઈરાનના સરકારી મીડિયાએ જણાવ્યું કે વિસ્ફોટ ઈમામ ખોમેની ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક થયો હતો. ઈઝરાયલે ઓછામાં ઓછી 7 મિસાઈલો છોડી હતી. એર સ્ટ્રાઈક બાદ અમેરિકાએ ઈઝરાયલનું સમર્થન કર્યું છે અને કહ્યું છે કે આ ઈરાનના હુમલાનો જવાબ છે.

Latest Stories