Connect Gujarat
દુનિયા

ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની થઈ તેના પતિથી અલગ, 10 વર્ષ જૂના સંબંધોનો આણ્યો અંત......

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ તેમના પત્રકાર સાથી એન્ડ્રિયા જિયામ્બ્રુનો સાથેના સંબંધનો અંત લાવી દીધો છે.

ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની થઈ તેના પતિથી અલગ, 10 વર્ષ જૂના સંબંધોનો આણ્યો અંત......
X

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ તેમના પત્રકાર સાથી એન્ડ્રિયા જિયામ્બ્રુનો સાથેના સંબંધનો અંત લાવી દીધો છે. મેલોનીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ મામલે પોસ્ટ કરી હતી કે એન્ડ્રિયા જિયામ્બ્રુનો સાથે મારા સંબંધનો અહીં જ અંત થાય છે. અમે લગભગ 10 વર્ષ સુધી સાથે રહ્યા. 46 વર્ષીય ઈટાલિયન વડાપ્રધાને કહ્યું કે થોડાક સમયથી અમે અલગ અલગ રસ્તો અપનાવ્યો. હવે તેને સ્વીકારી લેવાનો સમય આવી ગયો છે. માહિતી અનુસાર જિયામ્બ્રુનો અને મલોનીના લગ્ન થયા નહોતા. જોકે તે લાંબા સમયથી રિલેશનમાં હતા. તેમની એક સાત વર્ષની દીકરી પણ છે. મેલોનીએ લખ્યું કે હું એકસાથે વીતાવેલા શાનદાર સમય માટે તેમનો આભાર વ્યક્ત કરવા માગુ છું. આ દરમિયાન જે પડકારોનો અમે સામનો કર્યો તેમાં સાથ રહેવા માટે અને મને મારા જીવનની સૌથી મહત્ત્વપૂર્ણ વસ્તુ દીકરી જિનેવરા આપવા માટે હું તેમની આભારી છું.

Next Story