મધ્યપ્રદેશ: PM મોદીએ નેશનલ પાર્કમાં ચિત્તા છોડ્યા, કેમેરાથી તસવીરો પણ ક્લિક કરી

ભારતની 70 વર્ષની રાહ સમાપ્ત થઈ છે. વડાપ્રધાન મોદીએ આજે તેમના જન્મદિવસે ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં છોડ્યા છે.

New Update
મધ્યપ્રદેશ: PM મોદીએ નેશનલ પાર્કમાં ચિત્તા છોડ્યા, કેમેરાથી તસવીરો પણ ક્લિક કરી

ભારતની 70 વર્ષની રાહ સમાપ્ત થઈ છે. વડાપ્રધાન મોદીએ આજે તેમના જન્મદિવસે ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં છોડ્યા છે. નામિબિયાના આઠ ચિત્તાઓએ ભારતની ધરતી પર પગલાં માંડ્યા હતા. કુનો નેશનલ પાર્કમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોક્સ ખોલીને ત્રણ ચિત્તાઓને ક્વોરેન્ટાઈન વાડામાં છોડ્યા હતા.


અહીં વડા પ્રધાન માટે 10 ફૂટ ઊંચું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું હતું. આ પ્લેટફોર્મની નીચે પિંજરામાં ચિત્તાઓ હતા. પીએમએ લિવર દ્વારા બોક્સ ખોલ્યું હતુ અને ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં છોડ્યા હતા. આ ચિત્તાઓને નામિબિયાથી ભારત લાવવામાં આવ્યા હતા. ચિત્તા પિંજરામાંથી બહાર આવતાં જ અજાણ્યા પાર્કમાં થોડા ભયભીત પણ જણાઈ રહ્યા હતા. પિંજરામાંથી બહાર આવતાં જ તેમણે અહીં-તહીં નજર ફેરવી અને દોડવા લાગ્યા હતા.

Latest Stories