Connect Gujarat
દુનિયા

તુર્કીમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ, 4 દેશોમાં તબાહી: 95ના મોત

તુર્કીમાં સોમવારે સવારે 7.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ન્યૂઝ એજન્સી AFPના જણાવ્યા પ્રમાણે, ગવર્નરે જણાવ્યું હતું કે અત્યારસુધીમાં 5 લોકોનાં મોત થયાં છે.

તુર્કીમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ, 4 દેશોમાં તબાહી: 95ના મોત
X

તુર્કીમાં સોમવારે સવારે 7.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ન્યૂઝ એજન્સી AFPના જણાવ્યા પ્રમાણે, ગવર્નરે જણાવ્યું હતું કે અત્યારસુધીમાં 5 લોકોનાં મોત થયાં છે. યુનાઇડેટ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (USGS)ના જણાવ્યા પ્રમાણે, એનું કેન્દ્ર ગાજિયાટેપ શહેરથી 30 કિલોમીટર દૂર, જમીનથી લગભગ 24 કિલોમીટર નીચે હતું. ભૂકંપનો ઝટકો રાજધાની અંકારા સહિત સિરિયા, લેબનોન, ગ્રીસ અને જૉર્ડનમાં અનુભવ થયો છે.લોકલ સમય પ્રમાણે, ભૂકંપ સવારે 4 વાગીને 17 મિનિટે આવ્યો. ભૂકંપની 11 મિનિટ પછી 6.7 તીવ્રતાનો બીજો ભૂકંપ પણ આવ્યો. એનું કેન્દ્ર જમીનથી 9.9 કિલોમીટર નીચે હતું. સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલી તસવીર અને વીડિયોને જોઈને અનેક લોકોનાં મૃત્યુ થયાં હોય એવી શક્યતા જણાઈ રહી છે. જોકે સરકારે જાનહાનિ અંગે સત્તાવાર રીતે કોઈ માહિતી આપી નથી. ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા પ્રમાણે, ભૂકંપના કેન્દ્રની પાસે આવેલા ગાઝિયાટેપ શહેરમાં ઘણા સિરિયન શરણાર્થીઓ રહે છે. યુનાઇટેડ નેશન્સ કમિશનર ફોર રેફ્યુજીઝના જણાવ્યા અનુસાર, વિશ્વમાં સૌથી વધુ શરણાર્થીઓ તુર્કીમાં રહે છે. એમાંથી 35 લાખ સિરિયન શરણાર્થીઓ છે. ગાઝિયાબાદથી તેમની મદદ માટે મોટાં ઓપરેશન ચલાવવામાં આવે છે.

Next Story